તમારી બેસવાની ટેવ તમને બનાવી શકે છે ગરીબ, અનિદ્રા અને હાર્ટએટેકનો ખતરો તો ખરો જ!

Leg Swing Habit Effect: ધાર્મિક શાસ્ત્રોમાં કેટલીક એવી આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિના જીવન પર સારી કે ખરાબ અસર કરે છે. આમાંની એક આદત છે બેસતી વખતે પગ હલાવવાની. શું તમે જાણો છો આ આદત તમને ગરીબ બનાવી શકે છે.
 

તમારી બેસવાની ટેવ તમને બનાવી શકે છે ગરીબ, અનિદ્રા અને હાર્ટએટેકનો ખતરો તો ખરો જ!

Moving legs While Sitting: જે લોકો બેઠા- બેઠા તેમના પગ હલાવતા રહે છે અથવા તો કેટલાક લોકો ટેન્શનમાં પગ ખસેડે છે તે ટેવ સારી નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવી આદતો વ્યક્તિને ગરીબ બનાવી શકે છે.

જો ઘરનો કોઈ વ્યક્તિ આ પ્રકારે પગ હલાવતો હોય તો ઘરના વડીલો તેને ટોકતા હોય છે. તેની પાછળ જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો છે અને બંને દૃષ્ટિકોણથી પગ હલાવવાને ખરાબ માનવામાં આવે છે. 

બેસીને પગ હલાવવાથી થાય છે નુકસાન 
જે લોકો પૂજા કરતી વખતે, પ્રાર્થના કરતી વખતે અથવા કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન કરતી વખતે પગ હલાવે છે તેમને પૂજાનું ફળ મળતું નથી. તેમની પૂજા અને પ્રાર્થના વ્યર્થ જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પગ હલાવવાથી સંચિત ધન પણ નષ્ટ થવા લાગે છે. માતા લક્ષ્મી આવા લોકો પર ધ્યાન આપતા નથી. જે લોકો બેસતી વખતે પગ હલાવે છે તે લોકો સમય જતા ગરીબી તરફ જતા જાય છે.  પગ હલાવવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. તેનાથી વ્યક્તિના જીવનમાંથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ ઘટી જાય છે. આ સિવાય બેસતી વખતે પગ હલાવવાથી આત્મવિશ્વાસનો અભાવ દેખાય છે અને તે તમારી સામેની વ્યક્તિ પર ખરાબ છાપ પાડે છે. જે લોકો પગ હલાવે છે તેમની ઊંઘ પર પણ ખરાબ અસર પડે છે. આવા લોકો અનિદ્રાની ફરિયાદ કરતા રહે છે. 

પગ હલાવાની ક્રિયાથી હાર્ટએટેક આવવાનો ખતરો હોવાનું વૈજ્ઞાનિક કારણે છે.  તબીબી વિજ્ઞાનમાં, પગ હલાવવાની આદતને 'રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ' (RLS) પણ કહેવામાં આવે છે અને તેને ટાળવાની સલાહ આપવામાં આવે છે.

(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news