Rajkot News રાજકોટ : રાજકોટના પ્રખ્યાત ઈશ્વર ઘૂઘરાવાળાને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઈશ્વરભાઈ ઘુઘરાવાળાના રામનાથ પરા ખાતે આવેલા કારખાનામાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી. જેમાં વાસી બટેટાનો માવો, મરચાંની ચટણી માટે કલર, દાજીયા તેલ સહિતનો જથ્થો સ્થળ ઉપરથી મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા મીઠી ચટણી 20 કિલો, લાલ ચટણી 5 કિલો, સહિતના 145 કિલોના જથ્થાને સ્થળ ઉપર જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આરોગ્ય વિભાગ ખાદ્ય ચીજવસ્તુઓને લઈને એક્ટિવ બન્યુ છે. છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાંથી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ પકડાઈ રહી છે. ખાણીપણીની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચાઈ રહી છે. આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવ્યું કે, રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં ગંદકી અને ખરાબ પાણી હોય છે. આ પહેલા ગુજરાતમાં પનીર, ચીઝના સેમ્પલ પણ ફેલ નીકળ્યા છે. ત્યારે રંગીલુ રાજકોટ તો ખાણીપીણી માટે ફેમસ છે. સ્વાદના શોખીનો માટે રાજકોટ પ્રખ્યાત છે. આવામાં શહેરની ફેસમ ઘુઘરા બ્રાન્ડના સેમ્પલ ફેલ નીકળ્યા છે. 


ગુજરાત પર એક નહિ બે સંકટ : એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે, ફરી ચક્રવાત તબાહી લાવશે


રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા સર્વેલેન્સ ચેકિંગ હાથ ધરાયુ હતું. આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા હાથીખાના શેરી નંબર 13 "રામનાથ કૃપા" ઈશ્વરભાઈ લાલજીભાઇ કાકુની માલિક પેઢી "ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા" ના ઉત્પાદન સ્થળનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચકાસણી કરાતા માલૂમ પડ્યુ કે, અહી અનહાઈજીનિક રીતે ઘૂઘરા બનાવતા હતા. જે સ્વાસ્થાય માટે હાનિકારક છે. ઘુઘરાની ચટણી બનાવવા ફૂડ કલરનો ઉપયોગ થતો હતો. તેમજ બિનઆરોગ્યપ્રદ રીતે સાચવેલી મીઠી ચટણી 20 કિલો, લાલ ચટણી 5 કિલો ઘૂઘરા માટેનો બટેટાનો મસાલો 20 કિલો, ઉપયોગમાં લેવાતું દાઝીયું તેલ 60 કિલો તથા શણિયા/ કંતાન પર સુકવેલ કાચા ઘૂઘરા 40 કિલો મળી 145 કિલો જથ્થો મળી આવ્યો હતો. આ તમામનો સ્થળ પર જ નાશ કરાયો હતો. 


ગુજરાતની જેલમાં બેઠો બેઠો ઉઘરાવી રહ્યો છે ખંડણી, 2-2 કરોડની ધમકી આપતાં મચ્યો હડકંપ


સાથે જ ઈશ્વરભાઈ ઘુઘરાવાળાને જગ્યા પર હાઈજિનિક કન્ડિશન ન જાળવવા બાબતે નોટિસ પણ ફટકારવામાં આવી છે. કારખાનામાંથી જે પણ ખોરાક મળી આવ્યો તે માણસોના ખાવાલાયક જ ન હતો. તેથી તેનો ત્યા જ નાશ કરવામાં આવતો. આવી ગંદકી ભરી ખાણીપીણી રાજકોટવાસીઓની પિરસવામાં આવતી હતી. 


આ ઉપરાંત ઈશ્વરભાઈ ઘુઘરાવાળાના અન્ય સેમ્પલ પણ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે. મીઠી ચટણી (પ્રિપેર્ડ -લુઝ) અને ઘૂઘરા માટે બટેટાનો મસાલો (પ્રિપેર્ડ -લુઝ) તેમજ યુઝડ કૂકિંગ ઓઇલ (લુઝ)નાં નમૂનાઓ લઈને ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ- 2006 હેઠળ લેબોરેટરીમા ચકાસણી માટે મોકલાયા છે. 


ડબલ ઝટકો! 50 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, અમદાવાદમાં વરસાદની શક્યતા