સટ્ટાની નવી ટેકનિક શોધી લાવ્યા સટ્ટોડિયા, ટી-પોસ્ટના કપમાં આવતો ક્યુઆર કોડ
IPL 2023 : ઓનલાઈન સટ્ટા માટે સટ્ટોડિયાઓ બન્યા હાઈટેક.... પોલીસને ઉંઘતી રાખી ક્રિકેટ સટ્ટાની નવી ટેકનિક અપનાવી... ચાના કપમાં સટ્ટાની એપ્લિકેશનનો આપે છે QR કોડ...
Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : હાલ આઈપીએલની મેચ ચાલી રહી છે. આવામાં ઓનલાઇન સટ્ટા માટે બુકીઓ હાઇટેક બન્યા છે. રાજકોટમાં એક અજીબ પ્રકારનો ઓનલાઇન સટ્ટો રમાઈ રહ્યો હતો. બુકીઓએ ક્રિકેટ સટ્ટાની એવી ટેકનિક અપનાવી કે પોલીસ પણ ગોથુ ખાઈ ગઈ હતી. એક કાફેના ચાના કપમાં ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનનો QR કોડ અપાતો હતો. રાજકોટના ટી પોસ્ટ કેફેમાં આ પ્રકારનો સટ્ટો પકડાયો છે. ત્યારે પોલીસ માટે આ પ્રકારના બુકીઓ પડકાર રૂપ બન્યા છે. ટી પોસ્ટમાંથી ઓનલાઈન સટ્ટો રમાડવાનો કૌભાંડ પકડાયું છે. ટી પોસ્ટ કાફેના ચાના કપમાં સટ્ટા માટે હાઇટેક એપ્લિકેશન લોન્ચ કરવામા આવી હતી. કાફેના માલિકને જાણ થતા આ કપ બંધ કરવામાં આવ્યા છે. પોલીસને ઊંઘતી રાખી બુકીઓએ ક્રિકેટ સટ્ટાની નવી જ ટેકનિક અપનાવી છે. ત્યારે આ કૌભાંડ પકડાતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂક રી છે. ક્રાઇમ બ્રાન્ચ ACP દ્વારા PSI ને તપાસ સોંપવામાં આવી છે.
કેવી રીતે સટ્ટો રમાડાતો
- ID ની એપ્લિકેશન ખુલતા વોટ્સ એપનો લોગો આવી જતો હતો.
- ક્લિક કરતા ડાયરેક્ટ whatsapp ચેટ ખુલે છે
- આઈડી બનાવવાની ઓફર આપવામાં આવે છે
- કાફેના ચા ના કપમાં ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનનો QR કોડ આવે છે
બાબા બાગેશ્વરને પડકાર ફેંકનારને મળી ધમકી, આચાર્ય પ્રમોદે આપ્યો આ જવાબ
રાજકોટમાં ટી પોસ્ટ નામની કાફેની અંદર પીરસવામાં આવતા કપમાં ક્યુઆર કોડ દ્વારા ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની વિગત સામે આવી છે. ચાનાં કપમાં અલગ અલગ ક્રિકેટના સટ્ટાને લગતી સાઇટ ક્યું આર કોડ દ્વારા ખુલી જતી હતી. રાજકોટમાં આવેલ ટી પોસ્ટની અલગ અલગ શાખામાં જાહેરાત માટેના આ કપ મોકલવામાં આવ્યા હતા. જેમાં કપમાં રહેલો ક્યું આર કોડ સ્કેન થતા જ વોટ્સએપ ગ્રુપમાં એન્ટ્રી મળે છે, ત્યારબાદ એક ગ્રુપમાં એડ થઈ ગયા બાદ સટ્ટા રમવા માટેની એક લિંક મોકલવામાં આવે છે. જેમાં ચોક્કસ રૂપિયા ટ્રાન્સફર કરી લોગીન પાસવર્ડ આપવામાં આવે છે અને ત્યારબાદ એક સાઈટ ખુલી જતી અને તેમાં ક્રિકેટ તેમજ અન્ય રમતને લગતી આઇડી આપવામાં આવતી હતી. જેના દ્વારા કોડ સ્કેન કરનાર પોતાની ઈચ્છા મુજબ બેટિંગ લગાવી શકતો હતો.
આ ગુજરાતી ખેડૂતના વખાણ કરો એટલા ઓછા, એવુ કામ કર્યું કે ચારેતરફથી કમાણી કમાણી થાય છે
આ ટી પોસ્ટ કાફેના સ્ટાફે આવા કપ આવ્યા હોવાનું અને બે થી ત્રણ દિવસમાં કપ હટાવી લીધાનું પણ જણાવ્યું છે. જોકે આ મામલે સાઇબર ક્રાઈમ અને ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજકોટ શહેરમાં સૌપ્રથમ વખત આ રીતે જગ જાહેર ક્રિકેટ મેચ પર સટો રમતા હોવાનું સામે આવ્યું છે. હાલ આઈપીએલ મેચના ચાલી રહ્યા છે ત્યારે ક્રિકેટ મેચ પર સટો રમાતી હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે. ત્યારે પોલીસથી બચવા માટે ક્રિકેટ સટોડીયાઓ અવનવી તરકીબો શોધી કાઢતા હોય છે, ત્યારે રાજકોટમાં ક્રિકેટ સટોડીયાઓની સામે આવેલી નવી તરકીબ સૌ કોઈ ને વિચારતા કરી દે તેવી છે.
બાપ છે કે રાક્ષસ : સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય તે માટે સાંકળથી બાંધી