* ત્રિપુટીની પોલીસે કરી ધરપકડ
* રાજકોટમાં ગર્ભપરિક્ષણનો કાળો કારોબાર
* રૂ. 12 હજારમાં ગર્ભપરીક્ષણ અને 20 હજારમાં ગર્ભપાત કરતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરના મવડી વિસ્તારમાં નેચરો થેરાપી સેન્ટરના ઓઠા હેઠળ ગર્ભપરીક્ષણના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે નોનમેટ્રિક ત્રિપુટીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસે થી ગર્ભપરીક્ષણ કરવાનું મશીન કબજે કરી તપાસ શરૂ કરી છે. રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોનું નામ છે અમિત પ્રવીણ થિયાદ, દિનેશ મોહન વણોલ અને અવેશ રફીક મંસુરી. આ શખ્સો પર આરોપ છે મવડી વિસ્તારમાં ચાલતા નેચરોથેરાપી સેન્ટરના ઓઠા હેઠળ ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરવાનો. 


ગોધરા: માત્ર એક દિવાલ નહી બને તો આખુ ગામ ડુબમાં જાય તેવી શક્યતા, તંત્ર ઘોર નિંદ્રામાં


આ સમગ્ર મામલે પર નજર કરીએ તો, રાજકોટના મવડી રોડ પર આવેલ બાપાસીતા રામ ચોક પાસે હરિ ઓમ એક્યુપ્રેશર & નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની આરોગ્ય વિભાગને માહિતી મળી હતી. પોલીસને સાથે રાખીને દરોડો કરવામાં આવતા આરોપીઓ ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગર્ભ પરીક્ષણ કરવાનું મશીન, જેલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.


રાજકોટમાં દર કલાકે સરેરાશ 4 કોરોના કેસ સામે આવે છે, કલેક્ટર રેમ્યા મોહન પણ સંક્રમિત


જાણો કેવી રીતે ચલાવતા રેકેટ ?
પોલીસનાં કહેવા મુજબ, આરોપીઓ નોન મેટ્રોક છે. કમ્પાઉન્ડર તરીકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કર્યાનો અનુભવ ધરાવે છે. ગર્ભપાતમાં મુખ્ય સુત્રધાર અવેશ હતો. ગાયનેકને ત્યાં ફરજ બજાવી હોવાથી બધી કળાઓ જાણતો હતો. અવેશ અને દિનેશ બન્ને નેપાળથી સોનોગ્રાફિ માટેનું મશિન લઇ આવ્યા હતા. આરોપી અમિતની જગ્યા હતી. પરિક્ષણ અવેશ અને દિનેશ કરતા હતા. છેલ્લા સાત મહિનાથી ગર્ભ પરિક્ષણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ગર્ભ પરીક્ષણનાં રૂપીયા 12000 અને ગર્ભપાતનાં રૂપીયા 20 હજાર લેતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ત્રીપુટીને ઝડપી જેલનાં સળીયા ગણતી કરી દીધી છે. જોકે છેલ્લા સાત મહિનામાં આરોપીઓએ કોના અને કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા છે તેને લઇને તપાસ શરૂ કરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube