ઝી ન્યૂઝ/રાજકોટ: શહેર માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. 22 વર્ષ બાદ આખરે આજી રિવરફ્રન્ટની કામગીરી વેગવંતી બનશે. 22 વર્ષ બાદ પર્યાવરણ વિભાગ દ્વારા આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ક્લીયરન્સ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. તાજેતરમાં રાજકોટના મેયર પ્રદીપ સહિતના પદાધિકારીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીની મુલાકાત સમયે પદાધિકારીઓ દ્વારા આજી રિવરફ્રન્ટ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી પર્યાવરણ વિભાગને સૂચના આપવામાં આવતા પર્યાવરણ વિભાગ દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ મહાનગરપાલિકાને આપી દેવામાં આવ્યું છે. જેના કારણે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આજે રિવરફ્રન્ટના પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરવામાં આવશે. 


પ્રથમ તબક્કામાં આજી નદીની બંને તરફ આરસીસી રીટેઈનિંગ વોલ તેમજ નદીની બને તરફ ડ્રેનેજ ઇન્ટરસેપટર નું કામકાજ કરવામાં આવશે. તેમજ અત્યાર સુધીમાં નદીમાં થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. તેમજ ચુનારાવાડ પાસે નવા હાઈલેવલ બ્રિજનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જ્યારે કે નદીની પૂર્વ અને પશ્ચિમ એ ઇન્ટરસેપ્ટર નું કામકાજ હાલ ચાલુ છે.


નોંધનીય છે કે, રાજકોટ આજી રિવરફ્રન્ટ રૂ.1181 કરોડના અંદાજિત ખર્ચે આકાર પામનારો પ્રોજેક્ટ એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ એટલે કે પર્યાવરણની મંજૂરી માટે રાહ જોઈને ઊભો હતો. પોલ્યુશન બોર્ડની 87 ક્વેરી મ્યુનિ.એ દૂર કરતા રાજ્ય સરકારે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ આપ્યું છે. આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી. ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડની નિયુક્તિ કરવામાં આવી છે. બિમલ પટેલની HCP કંપની ડિઝાઇન અમદાવાદ રિવરફ્રન્ટ અને નવા સંસદ ભવનની ડિઝાઈન કરી ચૂકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube