દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટવાસીઓ માટે સારા સમચાર છે. રાજકોટ વાસીઓની અઢી વર્ષની આતુરતાનો અંત આવ્યો છે. આખરે કેકેવી ચોક ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ સપ્તાહના અંતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા કન્ઝ્યુમર ફોરમનો ઐતિહાસિક ચુકાદો: મહિલાની સર્જરી વખતે બેદરકારી ભારે પડી, જાણો


જોકે અધિકારીઓને પદાધિકારીઓ પાસે હજી લોકાર્પણની કન્ફોર્મ તારીખ આવી નથી. આગામી સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. અઢી વર્ષ બાદ કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યામાંથી વાહન ચાલકોને મુક્તિ મળશે. કે કે વી ચોક ખાતે નવનિર્માણ પામેલો ઓવરબ્રિજ 129 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.


આ જિલ્લામાં છેલ્લા 21 દિવસથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ! અનેક ધોધ થયા જીવંત, આહ્લાદક


ઓવરબ્રિજના લંબાઈ 1.15 કિલોમીટર લાંબો છે. પહોળાઈ 15 મીટર છે. ચોમાસામાં સતત ટ્રાફિકના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વહેલી તકે લોકાર્પણ થાય તેવી માંગ લોકોમાં પણ ઉઠી છે.


કોંગ્રેસે રાખ્યો 'હાથ' તો આપે કરી દીધી જાહેરાત, વિપક્ષની મહાબેઠક સામેલ થશે કેજરીવાલ