DNA test in rajkot fire case : રાજકોટ આગકાંડમાં હોમાયેલા 28 લોકોમાંથી હજુ 21નો કોઈ અત્તોપત્તો નથી. માત્ર ચાર લોકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના DNA મેચ થતા જાણ કરાઈ હતી. ત્યારે રાજકોટ સિવિલમાં DNA રિપોર્ટની રાહ જોતા પરિવારો અવ્યવસ્થાના કારણે આક્રોશિત જોવા મળ્યા. 3૬ કલાકથી વધુ સમય વિતી ગયો છતાં પણ હોસ્પિટલમાં વ્યવસ્થા ન હોવાથી સ્વજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ કારણે પીડિત પરિવાર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. સાથે જ પરિવારજનોએ ચીમકી આપી હતી કે, એક કલાકની અંદર રિપોર્ટ તેમજ બોડી સોંપવામાં નહીં આવે તો બેરીકેટ તોડી પીએમ રૂમમાં જઈશું. કેટલા લોકો ગુમ છે તેનો હજુ પણ રિપોર્ટ મળ્યા ન હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પીડિત પરિવારો 36 કલાકથી તડકે ઉભા રહી હેરાન થઈ રહ્યાં છે. ત્યારે DNA ટેસ્ટમાં કેટલો સમય લાગે છે અને તેની શું શું પ્રોસેસ હોય તેની માહિતી પર એક નજર કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વપ્રથમ મૃતદેહમાંથી જે ડી.એન.એ ના સેમ્પલ લેવા માટે બ્લડના હોવાના કારણે બોન્સને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોચાડવામાં આવ્યા. મોટરમાર્ગે સમય ના બગડે તેટલા માટે તાત્કાલિક એર એમ્બ્યુલન્સથી ડીએનએ સેમ્પલ ગાંધીનગરમાં મોકલવામા આવ્યા હતા. રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાથી એફ.એસ.એલની ટીમે કામગીરી શરૂ કરી. સૌપ્રથમ આવેલા ડી.એન.એ સેમ્પલમાં બ્લડ અને મરણ જનારના પી.એમ દરમ્યાન લેવાયેલા નમુના હતાં. સેમ્પલથી રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કા હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે.


રાજકોટમાં આવડી મોટી દુર્ઘટના બની, અને ગાયબ છે રૂપાલા સાહેબ


તબક્કા - ૧
કેસને પરીક્ષણ માટે નમુનાઓના એનાલીસીસ માટે ખોલવા માટેની કેસ ઓપનીંગ પ્રક્રિયા - અંદાજીત સમય છ થી સાત કલાક


તબક્કા - ૨
નમુનાઓમાંથી ડી.એન.એ એટ્રેક્ટ કરવું અંદાજીત સમય છ થી સાત કલાક


તબક્કા - ૩
ડી.એન.એ નું ક્વોન્ટીટી અને ક્વોલીટી ચેક કરવું અંદાજીત સમય ત્રણ થી ચાર કલાક


તબક્કા – ૪
ડી.એન.એ નમુનાઓનું પી.સી.આર કરવું (ડી.એન.એ સંવર્ધનની પ્રક્રિયા) - અંદાજીત સમય ત્રણ થી ચાર કલાક


તબક્કા - ૫
ડી.એન.એ પ્રોફાઈલીંગ કરવું - અંદાજીત સમય આઠ થી નવ કલાક


તબક્કા - ૬
મળેલ ડી.એન.એ પ્રોફાઈલનું એનાલીસીસ કરવું - અંદાજીત સમય બે થી ત્રણ કલાક


તબક્કા - ૭
એનાલીસીસ થયેલા નમુનાઓનું ઈન્ટરપ્રીટેશન કરવું - અંદાજીત સમય છ થી સાત કલાક


તબક્કા - ૮
ડી.એન.એ રીપોર્ટ તૈયાર કરવો. - અંદાજીત સમય ત્રણ થી પાંચ કલાક


DNA મેચ કરવાની પ્રક્રિયા લાંબી છે, તેમાં ઉતાવળ શક્ય જ નથી
DNAની કાર્યવાહી મુદ્દે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું કે, આ દુર્ઘટના દુર્ભાગ્ય પૂર્ણ છે, શનિવારે 7 વાગ્યે જ 100 બેડની વ્યવસ્થા કરાઈ હતી. રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમદાવાદની તબીબી ટીમો અહીં દોડી આવી હતી. અમે તે જ દિવસે રાત્રે જ પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લીધો, પણ મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ હતી. તેથી અમે DNA કરવાનો નિર્ણય લેવાયો અને સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું. સેમ્પલ લઈ મૃતદેહો પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. DNA મેચ કરવાની પ્રક્રિયામાં ઓછામાં ઓછો સમય 24 કલાક જોઈએ. DNA મેચ કરવાની સાયકલ અને કેમિકલ પ્રક્રિયા લાંબી છે અને તેમાં ઉતાવળ શક્ય જ નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 8 મૃતદેહ રહે તેવી જ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હતી, જેથી મૃતદેહો AIIMS માં રાખવા પડ્યા હતા. જિલ્લા કલેક્ટરને દરખાસ્ત કરી છે કે, તાત્કાલિક અસરથી કોલ્ડ સ્ટોરેજ વધારવા માંગ છે. 


કોઈનો જીગરનો ટુકડો, કોઈના વ્હાલસોયા... ગેમ રમવા ગયા હતા ને કફન વીંટાળી પરત ફર્યાં


ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે રાજ્ય મુજબ તારીખ સાથે કરી આગાહી