* સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિનેશ ચોવટીયાનું રાજીનામું
* સિનિયરોની પાર્ટીમાં અવગણના ના કારણે તમામ હોદા પરથી આપ્યું રાજીનામુ
* જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તમામ હોદા પરથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ તમામ પક્ષોમાં રિસામણા મનામણાનો દોર ચાલુ થઇ ચુક્યો છે. તમામ પક્ષો દ્વારા આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા અને નવા ચહેરાઓ ઉતારવામાં આવ્યા છે. જેના કારણે જુના નેતાઓનાં ચહેરા ઉતરી ગયા છે. વિવિધ દાવાઓ સાથે પાર્ટી છોડી રહ્યા છે. કોઇ પાર્ટી પૈસા લેતા હોવાનાં તો કોઇ અવગણના થતી હોવાનાં કારણો ધરી ધરીને રાજીનામાં ધરી રહ્યા છે. તેવામાં ભાજપ દ્વારા તો હવે રિસાયેલાને કોરાણે મુકીને આગળ વધી જવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. જો કે કોંગ્રેસમાં સૌથી વધારે ડામાડોળ ચાલી રહી છે. 


ગુજરાતમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થવાની થઈ જાહેરાત


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ રાજકોટ જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને સીનિયર નેતા દિનેશ ચોવટીયાએ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસ સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ દ્વારા જીતી શકે તેવા નહી પરંતુ 2-5 લાખ રૂપિયા આપી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવાનાં આરોપો લગાવ્યા હતા. મનપામાં રૂપિયા લઇને જ ટિકિટો વેચવામાં આવી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. જો કે કોંગ્રેસમાં આ પહેલા નેતા નથી કે જેમણે પૈસા લઇને ટિકિટ વેચાઇ હોવાનો દાવો કરીને રાજીનામું આપ્યું હોય. 


ઉદઘાટન બાદ પહેલીવાર મોટેરા સ્ટેડિયમમાં રમાશે ઈન્ટરનેશનલ મેચ, આવતીકાલથી મળશે ટિકિટ

સીનિયર નેતાઓની પાર્ટીમાં અવગણનાને કારણે તેમને પોતાનાં તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. દિનેશ ચોવટિયા ગત્ત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટમાંથી વિધાનસભા લડ્યાં હતા. જો કે હવે પક્ષમાં સગાવાદ અને પક્ષપાતના કારણે પાર્ટી પડી ભાંગી હોવાનું જણાવી તેમણે રાજીનામા ધરી દીધું હતું. પૈસાદાર નેતાઓને જ માન મળતું હોવાનો પણ તેમણે રાજીનામું ધરી દીધું હતું. હાલ તો આટલા સીનિયર નેતાના રાજીનામાથી ચકચાર મચી ગઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube