ગૌરવ દવે/રાજકોટ : પોલીસે નોકરી વાંચ્છુકો સાથે લાખો રૂપીયાની છેતરપિંડી કરનાર છ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ બોગસ વેબસાઇટ અને બોગસ કોલ લેટરનાં આધારે ભારતીય રેલ્વેમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હોવાનું ખુલ્યું છે. લખનઉની ડી.આર.એમ કચેરીની હદ્દમાં બોગસ તાલીમ કેન્દ્ર પણ ખોલ્યું હતું. બોગસ ટ્રેનિંગ આપતા હતા. રેલ્વેમાં નોકરી આપાવવા 15 લાખ રૂપીયા લેતા હતા અને 16 હજાર રૂપીયાનો માસિક પગાર ચુકવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ નોકરી આપવાનું કહિને રૂપીયા પડાવવાનું આંતરરાજ્ય કૌંભાડનો રાજકોટ પોલીસે પર્દાફાસ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનોખો વિકાસ! ગુજરાતની અનોખી યુનિવર્સિટી જ્યાં પરીક્ષામાં કંઇ જ ન લખો તો પાસ થાઓ


6 શખ્સો પોલીસ સકંજામાં
હિમાંશુ ઉદયભાણ પાંડે, શશીપ્રસાદ ઉર્ફે અનુપમ ગોવિંદપ્રસાદ ગુપ્તા, સુરજમોર્ય રમેશમોર્ય, શૈલેષ ઉર્ફે સેટીંગ મનસુખભાઇ દલસાણીયા, કલ્પેશ પ્રભુદાસ શેઠ અને ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી મુખ્ય સુત્રધાર છે. આ તમામ શખ્સો પર આરોપ નોકરી વાંચ્છુંકોને રેલ્વેમાં નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપીયાની છેતરપિંડી આચરવાન. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને માહિતી મળી હતી કે, રાજકોટમાં બોગસ કોલ લેટરનાં આધારે રેલ્વેમાં નોકરી આપવાની લાલચ આપી તગડી રકમ વસુલ કરવામાં આવે છે. જેના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવી હતી. પોલીસ તપાસમાં રાજકોટમાં આરોપી શૈલેષ દલસાણીયા બેરોજગાર યુવાનોનાં વાલીઓનો સંપર્ક કરીને રેલ્વેમાં કલાર્ક તરીકે 15 લાખમાં નોકરી આપવાની લાલચ આપતો હતો. જેની પોલીસે અટકાયત કરી તપાસ કરતા બોગસ કોલ લેટર આધારે લખનઉમાં તાલીમ કેન્દ્રમાં તાલીમ આપતા હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસ તપાસમાં 6 સખ્શોની સંડોવણી ખુલી હોવાથી પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 


જામનગરની ખ્યાતનામ ભોઇ સમાજની હોળી કાર્યક્રમ જાહેર જનતા માટે બંધ, જુજ લોકો જ રહેશે હાજર


પોલીસે કેવી રીતે ઓપરેશન પાડ્યું પાર ?
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જણાવ્યા મુજબ, નોકરીનો કોલલેટર બોગસ હોવાનું સામે આવ્યા બાદ લખનઉમાં બોગસ ટ્રેનીંગ સેન્ટર ચાલતી હોવાની માહિતી મળી હતી. જેનાં આધારે ક્રાઇમ બ્રાન્ચની ટિમ લખનઉ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ થી લખનઉની આલમબાગ રેલ્વે કોલોની ખાતે પડતર બીલ્ડીંગમાં બોગસ ટ્રેનીંગ સેન્ટર ચાલતું હતું. પોલીસે દરોડો કરતા 17-17 વિદ્યાર્થીઓની બે બેંચની તાલીમ ચાલુ હતી. આ બોગસ ટ્રેનીંગ સેન્ટર લખનઉનો હિમાંશુ ઉદયભાણ પાંડે ચલાવતો હતો. જેમાં બિહારનો શશીપ્રસાદ ઉર્ફે અનુપમ ગોવિંદપ્રસાદ ગુપ્તા ટ્રેનીંગ આપતો હતો. તેમજ ઓફીસ બોય તરીકે લખનઉનો સુરજમોર્ય રમેશમોર્ય કામ કરતો હતો. જેથી આ ત્રણેયની ધરપક્કડ કરી હતી. જયારે અગાઉ જામનગરના  શૈલેષ ઉર્ફે સેટીંગ મનસુખભાઇ દલસાણીયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસ શેઠ અને રાજપીપળાના ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રીને પણ દબોચી લીધા હતા પોલીસે લખનઉથી કોમ્પ્યુટર, સીપીયુ, રેલ્વે વિભાગના તથા એસબીઆઇ બેંકના બોગસ 5 સીક્કા, 5 ફોન મળી 9200નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં આ આતરરાજ્ય કૌંભાડ હોવાનું ખુલ્યું છે જેને ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત 6 રાજ્યોમાં આ કૌંભાડ આચર્યું હોવાનું ખુલ્યું છે. 


ગુજરાતમાં બહારથી આવી રહેલા દરેક નાગરિકે RTPCR ટેસ્ટ ફરજિયાત દેખાડવો પડશે


શું છે ગુનાહિત ઇતિહાસ?
પોલીસના કહેવા મુજબ આરોપી કલ્પેશ પ્રભુદાસ શેઠ અમદાવાદ અને ગાંધીનગરમાં આજ પ્રકારે નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડીનાં ગુનામાં પાંચ વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જ્યારે આરોપી હિમાંશું પાંડે ઉત્તરપ્રદેશનાં ગાજીપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળજબરીનાં ગુનામાં પકડાયેલો હોવાનું ખુલ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલા સમય થી આ પ્રકારનું કૌંભાડ ચલાવતા હતા અને કેટલા લોકો ભોગ બન્યા છે તે દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 


Gujarat Corona Update: ગુજરાતમાં 2276 નવા કેસ, 60 ટકા કેસ માત્ર સુરતમાંથી


શું હતી મોડેશ ઓપરેન્ડી?
પોલીસનાં કહેવા મુજબ, આરોપીઓ નોકરી વાંચ્છુંક યુવાનોનાં વાલીઓનો સંપર્ક કરતા હતા અને રેલ્વેમાં વર્ગ 2ની કલાર્કની નોકરી અપવી દેવાની અને ગુજરાતમાં બદલી કરી આપવાનો પાકો વિશ્વાસ અપાવતા હતા અને 15 લાખ રૂપીયા નોકરીનાં અને 25 હજાર પીડીએફ ડોક્યુમેન્ટનાં વસુલ કરતા હતા. બોગસ કોલ લેટર, આઇકાર્ડ, સેલેરી સ્લિપ આપવામાં આવતી હતી. ટ્રેનિંગ સેન્ટરમાં 45 દિવસની ટ્રેનિંગ પૂર્ણ કરતા 16 હજાર રૂપીયા બોગસ RRBનાં બેન્ક એકાઉન્ટ ખાતામાંથી પગાર કરતા હતા. જેથી નોકરી વાંચ્છુંક યુવકોનાં વાલીઓને વિશ્વાસ બેસતો હતો. 


Surat: દાંડીયાત્રા નાકે પહોંચી અને તંત્ર હજી ઉંઘી રહ્યું છે, ઉછારી ગામમાં કાંટા છે


હાલ તો પોલીસે બોગસ નોકરી આપવાનાં આંતરરાજ્ય કૌંભાડનો પર્દાફાસ કરી 6 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ઓનલાઇન બોગસ બનાવટી રેલ્વે રીકૃટમેન્ટ કંટ્રોલ બોર્ડની www.rrb.govrusults.org.inસાઇટ બનાવી તેમા ઓરીજનલ વેબસાઇટનો ડેટા કોપી કરી તેના હોમ પેજમા RUSULTS ઉપર કલીક કરવાથી ઓપન થતા પેઇજમા ઉમેદવારને આપેલ રોલ નંબર નાખવાથી તેનુ RUSULTS દર્શાવે છે. જેથી અનેક લોકો સાથે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં કેટલા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube