Rajkot Gamezone Fire Updates : દર વખતે આવું જ થાય છે. દુર્ઘટના બને છે, મુખ્યમંત્રી અને સરકારના નેતાઓ આવીને સાંત્વના આપે છે, મૃતકો માટે શ્રદ્ધાંજલિ આપે છે, સહાયની જાહેરાત કરે છે, તપાસના નાટક થાય છે, બે-ચાર લોકોની અટકાય થાય છે, પછી એ લોકો જામીન પર છૂટી જાય છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાક વર્ષોથી થઈ રહેલી દરેક મોટી કરુણાંતિકાની આ જ પેટર્ન રહી છે. ગુજરાતની ગોઝારી ઘટનાઓનું લિસ્ટ લાંબું છે, પરંતુ સવાલ એ છે કે દરેક મોટી દુર્ઘટનાના પિક્ચરમાં ગુજરાત જ કેમ હોય છે. દરેક મોટી કરુણાંતિકામાં ગુજરાતના જ કેમ થાય છે. અમે છેલ્લા પાંચ વર્ષની દુર્ઘટનાઓનુ લિસ્ટ કાઢ્યુ તો મોતનો આંકડો ચોંકાવનારો છે. પરંતું જનતા જાણવા માંગે છે કે બસ, હવે આ બધું ક્યાં જઈને અટકશે. શું 30 વર્ષથી શાસન કરતી સરકાર માત્ર શ્રદ્ધાંજલિ આપવા માટે જ છે. સરકાર આવી ઘટનાઓને રોકવા માટે કંઈ નહિ કરે. આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર જો વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું સરકાર, નેતાઓ કે સરકારી અધિકારીઓની કોઈ જવાબદારી નથી
ગુજરાત છે, આવું તો ચાલ્યા કરશે, તમે માત્ર મોતનો તમાશો જુઓ. ગુજરાતનીઓની નસીબમાં માત્ર આટલું જ આવે છે. આજે ફરી ગુજરાત મૌન છે અને નેતાઓ ચૂપ છે. સરકાર માટે મોતના તમાશા જોયા કરે છે. આ દુર્ઘટનાઓ અનેક સવાલો ઉભા કરી ચૂકી છે, પરંતુ તેના જવાબ ક્યાંય મળતા નથી. આરોપીઓ હંમેશા સંચાલક હોય છે, પરંતુ શું સરકાર, નેતાઓ કે સરકારી અધિકારીઓની કોઈ જવાબદારી નથી. સરકાર આપે જવાબ કે, કેમ આ ઘટનાઓની સરકાર જવાબદારી લેતી નથી. શું સરકાર માત્ર શ્રદ્ધાંજલિ આપવા માટે જ છે.


વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં : બસ આટલા કલાકમાં તબાહીની શરૂઆત થઈ જશે, ગુજરાતનું શું થશે? 



ગુજરાત માં બનેલી ગોઝારી ઘટનામાં ઉચ્ચસ્તરીય કમિટીને આપવા આવ્યા તપાસના આદેશ કરાયા. એક બાજુ લોકો ના જીવ ગયા, પરંતુ તપાસ કાગળ પર રહી ગઈ. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે કોઈ ચમરબંધી ને છોડવામાં નહિ આવે. પરંતુ કોઈ ચમરબંધી પકડ્યા જ નહીં પરંતુ નાના માણસોને પકડી સંતોષ માન્યો. આવી કેટલીક ગોઝારી ઘટનાઓ છે. થોડા દિવસોમાં લોકો બધુ ભૂલી જશે. પાછું બધું પૂર્વરત થઈ જશે જે પરિવારજનો પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમનું રુદન ત્યાંનું ત્યાજ રહી જાય છે. 


વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટનામાં હજી તપાસના નાટક 
બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા. વડોદરા પોલીસે બોટ કાંડમાં 19 લોકોની ધરપકડ કરી હતી. પરેશ શાહ, વત્સલ શાહ, નિલેશ જૈન, બિનિત કોટિયા સહિત 19 લોકોની ધરપકડ કરી હતી. 19 માંથી 15 આરોપીઓને તાજેતરમાં કોર્ટે જામીન આપ્યા છે. 4 આરોપી હજી પણ જેલના સળિયા પાછળ છે. પરેશ શાહ, વત્સલ શાહ, નિલેશ જૈન અને બોટ ડ્રાઇવરને હજી જામીન નથી મળ્યા. પાલિકાના મ્યુની કમિશ્નરે બોટ કાંડમાં 9 અધિકારીઓને નોટિસ આપી છે. 3 અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે. 1 અધિકારીને સસ્પેન્ડ કર્યા, 1 કોન્ટ્રાક્ટના અધિકારીને ટર્મિનેટ કર્યા છે.