વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં : બસ આટલા કલાકમાં તબાહીની શરૂઆત થઈ જશે, ગુજરાતનું શું થશે?

Cyclone Remal Live Updates : લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડું રેલમના ટકરાવાને હવે માત્ર 6 કલાક બાકી છે. પરંતું તે પહેલા તબાહીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે કહ્યું કે, બંગાળની ખાડી પર દબાણ બની ગયું છે. રવિવાર સાંજ સુધી રેલમ ચક્રવાતમાં ફેરવાઈ જશે. 26 મેના રોજ રાતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સમુદ્ર તટ પર વાવાઝોડાની એન્ટ્રી થશે. જેમાં 135 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગે 26 અને 7 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓરિસ્સાના દરિયાઈ કાંઠે ભારે વરસાદની ચેતવણી આપી છે. 

રેમલ વાવાઝોડાએ એન્ટ્રી લેતા જ તબાહી મચાવી

1/6
image

પશ્ચિમ બંગાળના કાંઠે રેમલ વાવાઝોડું ટકરાયું છે. રેમલ વાવાઝોડાના કારણે બંગાળથી ઓડિશા સુધી અસર જોવા મળી છે. પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તોફાની અને ભારે પવન સાથે ચોમેર વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહિ,  120થી 135 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ પતરા-વૃક્ષો ધરાશાયી થયા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામ, મોઘાલયમાં પણ અતિભારે વરસાદ રહેશે. વાવાઝોડના કારણે કોલકાતામાં અનેક જગ્યાએ વીજળી ઠપ્પ થઈ છે. કોલકાતામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ બંગાળમાં 1 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત એક્શનમાં છે. પીએમ મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. 

Cyclone Live Movement In Gujarat :

2/6
image

ચક્રવાતના દરિયા પર ત્રાટકવાનો સમયે સમુદ્રમાં 1.5 થી 2 મીટર ઉંચી લહેરો ઉઠવાની આશંકા છે. જેમાં દરિયાઈ એરિયાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચલા વિસ્તારો પાણીમાં ડૂબી શકી છે.

હવામાન વિભાગે 27 મેના રોજ સવારે બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે દરિયાઈ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

Cyclone Remal Latest Updates :

3/6
image

IMD એ લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યુંકે, સાઈક્લોન રેલમનો પાથ ઉત્તરી બંગાળની ખાડી પર સાગર દ્વીપ સમુહના દક્ષિણ પૂર્વમાં લગભગ 290 કિલોમીટર, ખેપપુરા (બાંગ્લાદેશ) ના દક્ષિણ પૂર્વમાં 300 કિલોમીટર અને કૈનિંગ (ડબલ્યુબી) દક્ષિણ પૂર્વમાં 320 કિમી પર છે. 

તોફાનનું નામ કોણે રાખ્યું?

4/6
image

એકંદરે, તે સ્પષ્ટ છે કે ચક્રવાત રેમાલ બનશે. પરંતુ, તે ક્યાં ઉતરશે? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળનો દરિયાકિનારો, તેની સૌથી વધુ અસર ક્યાં થશે અથવા તેની તાકાત અથવા કેટલી હશે? તે હજુ સ્પષ્ટ નથી. નોંધ કરો કે રેમલ એટલે રેતી. તે અરબી શબ્દ છે. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. (Image : India Meteorological Department) 

વાવાઝોડાથી ગુજરાતને થશે અસર

5/6
image

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે.

આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. (Image : India Meteorological Department) 

અંબાલાલ પટેલની આગાહી

6/6
image

આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે. (Image : @Indiametdept)