રાજકોટ :રાજકોટ (Rajkot) માં 8 વર્ષની બાળાને તેના માતાપિતા પાસેથી સૂતી અવસ્થામાંથી ઉઠાવી લઈને બળાત્કાર (Rape with girl child) ગુજારનાર નરાધમ (Rapist) સામે ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. 22 વર્ષના હરદેવ માંગરોલીએ શુક્રવારે બાળકી પર બળાત્કાર કર્યો હતો. ત્યારે ગઈકાલે બાળકીની સામે આરોપીની ઓળખ પરેડ કરાવી હતી. ત્યારે બાળકીએ હરદેવને ઓળખી બતાવ્યો હતો, અને કહ્યું હતું કે, ‘આને મારજો...’


શું નેતા શૈલેષ પરમાર એટલા વ્યસ્ત છે કે ભોગ બનનાર પરિવારની વેદના સાંભળવા પણ તૈયાર નથી??


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકીની સામે ઓળખ પરેડ
ગઈકાલે રાજકોટ પોલીસ દ્વારા આરોપી હરદેવ માંગરોલિયાની ઓળખ પરેડ કરાવી હતી. જેમાં હરદેવ સહિત અન્ય કેટલાક શખ્સોને પણ લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતા. ત્યારે પોતાના શરીરને જે શખ્સે પીંખ્યું હતું તેને બાળકીએ તરત ઓળખી બતાવ્યું હતું. એટલુ જ નહિ, હરદેવ તરફ આંગળી ચીંધીને બાળકી તરત બોલી હતી કે, ‘આને મારજો...’


જમીન પર આળોટીને અક્ષય કુમારે કર્યો નાગિન ડાન્સ, સતત વધી રહ્યા છે આ Videoના views


ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાયું
ગઈકાલે રાજકોટ પોલીસ દ્વારા હરદેવને ઘટનાસ્થળે લઈ જઈને તેનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. નરાધમને પોલીસ રસ્તા પર લઈ આવતા જ તેને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. આ સમયે રસ્તા પર લોકોનો આક્રોશ (RIP Humanity) જોવા જેવો હતો. ચારે તરફથી એક જ બૂમ પડી રહી હતી કે, ‘આ બળાત્કારની મારી નાંખો, અથવા તો અમને સોંપી દો.’ તો બીજી તરફ, લોકોનું ટોળુ હરદેવ પર એટેક ન કરે તે માટે પોલીસ પણ સતર્ક બની ગઈ હતી. લગભગ 500થી વધુ લોકો હરદેવને ઘેરી વળ્યા હતા, જેમાંથી નીકળીને પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી. આમ, રાજકોટવાસીઓમાં એટલો આક્રોશ હતો કે, તેને મારી નાખવાના નારા લગાવ્યા હતા. તો સાથે જ લોકોએ રાજકોટ પોલીસની વાહવાહી કરીને પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. 


ગુજરાત પોલીસ જેને શોધી રહી છે, તે નફ્ફટ નિત્યાનંદ પોતાનો અલગ દેશ બનાવીને બેઠો છે


હરદેવ બાળકીને જ્યાંથી ઉઠાવીને લાવ્યો હતો, ત્યાંથી લઈને જ્યાં પુલિયા પાસે તેણે દુષ્કર્મ આચર્યું હતું, ત્યાં સુધી પોલીસ તેને લઈ ગઈ હતી. જ્યાં તેણે કેવી રીતે કૃત્ય આચર્યું હતું તે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બાળકી સાથે બળાત્કારની ઘટના બન્યા બાદ રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવીના આધારે આરોપીન પકડી પાડ્યો હતો. જેને નશામાં ધૂત થઈને પોતાની વાસના સંતોષી હોવાનું પોલીસ સામે કબૂલ્યું હતું.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube