કોરોના વોરિયર માતા-પિતાની દીકરીએ CBSE ધોરણ-10માં મેળવ્યા 91%
રાજકોટમાં કોરોના વોરિયર માતા-પિતાની દીકરીએ CBSE બોર્ડમાં 91% મેળવ્યા છે. સૌથી કઠીન વિષય મેથ્સમાં પ્રાપ્ત 100 માંથી 100 માર્ક્સ લાવીને માતાપિતાનું નામ રોશન કર્યું છે. CBSE દ્વારા ધોરણ-10નાં પરિણામો જાહેર કરાયા છે. જેમાં રાજકોટની કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી કોરોના વોરિયર માતા-પિતાની દિકરીએ 91% મેળવ્યા છે. એટલું જ નહીં સાથે સાથે સૌથી કઠિન મેથ્સ વિષયમાં એકપણ માર્ક્સ ગુમાવ્યાં વગર 100 માંથી 100 માર્ક્સ મેળવી પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કોરોના વોરિયર માતા-પિતાની દીકરીએ CBSE બોર્ડમાં 91% મેળવ્યા છે. સૌથી કઠીન વિષય મેથ્સમાં પ્રાપ્ત 100 માંથી 100 માર્ક્સ લાવીને માતાપિતાનું નામ રોશન કર્યું છે. CBSE દ્વારા ધોરણ-10નાં પરિણામો જાહેર કરાયા છે. જેમાં રાજકોટની કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી કોરોના વોરિયર માતા-પિતાની દિકરીએ 91% મેળવ્યા છે. એટલું જ નહીં સાથે સાથે સૌથી કઠિન મેથ્સ વિષયમાં એકપણ માર્ક્સ ગુમાવ્યાં વગર 100 માંથી 100 માર્ક્સ મેળવી પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ભારે વરસાદથી થયેલ નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે
મૈત્રી પરીખે પોતાની આ સિદ્ધિનો શ્રેય શાળાના શિક્ષકો અને માતા-પિતાને આપતા જણાવ્યું હતું કે, અમારા શિક્ષકો દ્વારા નાનામાં નાની બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવતું હતું. સાથે જ કોઈપણ વિષય કે પ્રશ્નમાં મુશ્કેલી હોય અને નાં સમજાય તો તે ઉકેલ માટે શિક્ષકો દ્વારા ફોન પર પણ જરૂરી માહિતી આપવામાં આવતી હતી. અને હું પણ દરરોજના 8 કલાકથી વધુ વાંચન કરતી હતી. જેમાં મારા માતા-પિતાનો પણ પૂરતો સહયોગ મળ્યો હતો. જેને પગલે આ સફળતા મળી છે. આવનારા સમયમાં તેણીએ IAS બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
સુનિતા યાદવનો ખુલાસો, મને વિવાદ પતાવવા 50 લાખ ઓફર કરાયા હતા, પણ હવે હું રાજીનામુ આપીશ
મૈત્રીનાં પિતા પત્રકાર છે. જ્યારે માતા ભાવિતાબેન સરકારી હોસ્પિટલનાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવે છે. તેમણે કહ્યું કે, મૈત્રીને નાનપણથી જ ભણવાનો ખૂબ શોખ છે. અને પોતાના અભ્યાસને લઈને તે પહેલેથી જ સજાગ છે. 10મું ધોરણ શરૂ થતાની સાથે જ તેણે સવારે 4 વાગ્યે ઉઠીને વાંચવાનું શરૂ કર્યું હતું. અને આ ક્રમ તેણે છેલ્લે સુધી જાળવી રાખ્યો હતો. જેમાં તેના શિક્ષકોના જરૂરી સહયોગથી સફળતાનું આ શિખર સર કરવામાં તેને મોટી મદદ મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર