Health Department Raid : રંગીલુ રાજકોટ ખાણીપીણી માટે પ્રખ્યાત છે. અહીંની ખાણીપીણી માટે લોકો દૂરદૂરથી વખાણ સાંભળીને આવે છે. પરંતું રાજકોટમાં કેવુ ફૂડ પીરસાઈ રહ્યુ છે તે જાણીને તેમને પણ આંચકો લાગશે. રાજકોટમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો પકડાયો છે. શ્રી રામ ગૃહ ઉદ્યોગમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. ફરસાણ બનાવવામાં વોશિંગ સોડાનો ઉપયોગ થતો હતો. આરોગ્ય વિભાગ દ્વારા 850 કિલો અખાદ્ય ફરસાણ જપ્ત કરાયું છે. તો 200 કિલો શિખંડ, 160 કિલો મીઠાઈ જપ્ત કરાઈ છે. કુલ 5500 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા શ્રી રામ ગૃહ ઉદ્યોગ આવેલું છે. હાલ તહેવારોની મોસમ હોઈ અને ઉપવાસનો માહોલ હોઈ આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા શ્રીરામ ગૃહ ઉદ્યોગમાં રેડ પાડવામાં આવી હતી. અહીંથી મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. આ ઉપરાતં વોશિંગ સોડાનો ઉપયોગ કરીને લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાનું પણ સામે આવ્યું છે. 


CMO ઓફિસમાં મોટી હલચલ : સંયુક્ત સચિવની હકાલપટ્ટી કરાઈ, PMO થી છૂટ્યા આદેશ


રેડમાં શું મળ્યું...


  • 850 કિલો વાસી ફરસાણ

  • અખાદ્ય શિખંડ 200 કિલો

  • 160 કિલો વાસી મીઠાઈ

  • 150 કિલો દાઝીયું તેલ પણ મળી આવ્યું. 


આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ, મીઠાઈ, શિખંડ મળીને 5500 કિલો અખાદ્ય જથ્થો ફૂડ વિભાગે સ્થળ પર જ નાશ કર્યો હતો. તેમજ શ્રીરામ ગૃહ ઉદ્યોગ ચલાવતી પેઢીને નોટિસ પણ ફટકારાઈ છે. ઉલ્લેખનીય છે ક,ે રાજકોટમાં શ્રાવણ માસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરાળી વાનગીઓમાં વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદના પગલે આરોગ્ય વિભાગની ટીમે અલગ-અલગ પાંચ ડેરીઓમાં દરોડા પાડ્યા હતા.  આરોગ્ય વિભાગની ટીમની  તપાસમાં ફરાળી પેટીસમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.  


ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય


હજી તાજેતરમાં જ જય સીયારામ ડેરી, ખુશ્બુ ગાંઠિયા, ભગવતી ફરસાણમાંથી 178 કિલો પેટીસનો નાશ કરાયો હતો. લોટ સહિતની ચીજ વસ્તુમાં પણ ભેળસેળ કરાતી હોવાનું ધ્યાને આવતા નમૂના લઈ નોટિસ ફટકારવામાં આવી હતી.