Rajkot News : બાળક રડે તો તેને ચોકલેટ કે પેકેટ પકડાવી દેવું એટલે ચૂપ થઈ જાય. પરંતુ જો તમે બાળકને ચોકલેટ આખા આપતા હોય તો ચેતી જજો. ક્યાંક તમે તમારા બાળકને નોનવેજ ચોકલેટ તો નથી ખવડાવતા ને. રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આરોગ્ય વિભાગના ચેકીંગમાં નોન-વેજ માર્કાની ચોકલેટ મળી આવી છે, જે ચીનથી લાવવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનથી મંગાવાઈ હતી ચોકલેટ
રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મી સ્ટોરમાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. આ દુકાનમાંથી 1250 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપાયો છે. જેમાં મોટાભાગની ચોકલેટ ચીનમાંથી આયાત કરવામાં આવી છે. ચીનથી આયાત કરાતી ચોકલેટમાં ઉત્પાદકનું નામ અને ઉપયોગની તારીખનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. તેમજ દુકાનમાંથી એક્સપાયરી થયેલી ચોકલેટનો જથ્થો પણ મળી આવ્યો છે. 


અમદાવાદના આ દ્રશ્યો હચમચાવશે : કારચાલકે પે એન્ડ પાર્કના કર્મચારીને 300 મીટર ઢસડ્યો


બ્રાન્ડ વગરની ચોકલેટ
આ દુકાનમાં FSSIના નિયમોનું ઉલ્લંઘન કરતી અનેક પ્રોડક્ટ મળી આવી છે. તેમજ ચીનથી આયાત કરાયેલી ચોકલેટના બોક્સ પર નોન-વેજનું ટેગ પણ હોવાનું પણ સામે આવ્યું છે. દુકાનમાં દરોડા દરમિયાન કોઈ પણ જાતની બ્રાન્ડ વગરની 1250 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. મહાનગરપાલિકાએ ચોકલેટના વેપારીને નોટિસ ફટકારી છે. મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો જપ્ત કરી તપાસ અર્થે સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યો છે. હાલ તો મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.  


ગુજરાતમાં હવે ભેળસેળવાળી વસ્તુઓનું માર્કેટ મોટું થઈ રહ્યું છે. ગુજરાતમાં હવે દૂધથી લઈને ખાણીપીણીની દરેક વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. હવે બાળકોની ચોકલેટમાં પણ ભેળસેળ વધી રહી છે. 


સરકારી નોકરીની વધુ એક જાહેરાત : ગુજરાતમાં આવી નવી તક, આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ