સરકારી નોકરીની વધુ એક જાહેરાત : ગુજરાતમાં આવી નવી તક, આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ

GSSSB Recruitment News : ગૌણ સેવા પસંદગી મંડળે 266 જગ્યાઓ ભરવા માટે ભરતીની કરી જાહેરાત... પેટા હિસાબનીશ અને પેટા તિજોરી અધિકારીની જગ્યા માટે ભરતીની જાહેરાત...પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓ માટે જાહેરાત કરાઈ

સરકારી નોકરીની વધુ એક જાહેરાત : ગુજરાતમાં આવી નવી તક, આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ

Government Jobs : ગુજરાતમાં ફરીથી નવી નોકરીઓની તક આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે નવી 266 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરાઈ છે. પેટા હિસાબનીશ તથા પેટા તિજોરી અધિકારીની 266 જગ્યાઓ ભરવા જાહેરાત કરાઈ છે. પેટા હિસાબનીશની 116 જગ્યા, અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓમી ભરતી કરવામાં આવનાર છે. આજથી વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 1 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવાયુ કે, આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર આજે તારીખ 15 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચી લેવી. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું.

ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. આમ, પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષણિક લાયકાત, વચ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, કેટેગરી (SC/ST/SEBC/EWS), દિવ્યાંગ (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લાગુ પડતુ હોય તો) તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમાં પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી "રદ" થવાપાત્ર બને છે. આથી, ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news