ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં અંધશ્રદ્ધાનો રૂવાડા ઉભા કરી દે તેવો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. વિંછિયામાં અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ પોતાનું જીવન હોમી દીધું છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે બંન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દીધા છે. બંન્નેનું નામ હેમુ મકવાણા અને હંસાબેન મકવાણાએ છે જેમણે અંધશ્રદ્ધામાં કહેવાતા શબ્દ કમળ પૂજા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ હુમલાખોરોએ કેવી રીતે ઘડ્યું હત્યાનું કાવતરું? યુપી પોલીસે જણાવી કહાની


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ પોતાના મસ્તક હવન કુંડમાં હોમી દીધા છે. જી હાં. તમને સાંભળીને અરેરાટી થશે પરંતુ આ હકીકત છે. પતિ પત્નીની બન્નેની બે સુસાઈટ નોટ પણ ટીંગાડી હતી, સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. પરંતુ તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે હાલ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કમળ પૂજા કરી પતિ પત્નીએ જીવન ટૂંકાવ્યું છે. રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પતિ પત્નીએ મસ્તક હોમી દીધા. બે સંતાનની પણ ચિંતા કર્યા વગર બન્ને જણાંએ પોતાની જિંદગીનું બલિદાન આપ્યું હતું.


રાજકોટમાં સેન્ટ્રલ IBના અધિકારીની ઓળખાણ આપી વેપારી સાથે 1.23 કરોડની છેતરપિંડી


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ પોતાના મસ્તક હવન કુંડમાં હોમતા પહેલા પુત્ર અને પુત્રીને આગલા દિવસે મામાના ઘરે મૂકી આવ્યા હતા. બન્ને પતિ પત્ની છેલ્લા ત્રણ વર્ષથી તાંત્રિક વિધિની પૂજા કરતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવામાં માટે પોતે જ લોખંડનો માચડો બનાવ્યો હતો. 


કારેલાથી બનાવેલા આ ફેસ પેકથી સુંદરતામાં કરો વધારો, પિમપ્લસની સમસ્યાથી મળશે છુટકારો


હાલ બન્ને મૃતદેહને પી.એમ માટે વીંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ ટીમ અને મામલતદાર સહિતની ટીમ પહોંચી છે. સમગ્ર મામલે વિંછિયા પોલીસ તપાસ કરી રહી છે.