Long Hair: રસોડાની આ 5 વસ્તુઓ વાળ માટે બેસ્ટ ટોનિક, લાંબા વાળ માટે ડાયટમાં કરી લો સામેલ

Long Hair: વાળને ઝડપથી લાંબા કરવા હોય તો એવી વસ્તુઓ ખાવી જોઈએ જે વાળને અંદરથી પોષણ આપે. રસોડાની કેટલીક વસ્તુઓ એવી છે જે વાળની લંબાઈ વધારી શકે છે. તો તમને જણાવીએ કઈ વસ્તુઓ ડાયટમાં સામેલ કરવાથી વાળને લાભ થાય છે.

આદુ

1/6
image

જિંજરોલથી ભરપુર આદુ વાળ માટે લાભકારી છે. આદુ ખાવાથી હેર ફોલની સમસ્યા ઓછી થાય છે અને વાળ લાંબા થાય છે. 

લીલા પાનવાળા શાકભાજી

2/6
image

પાલક સહિતના લીલા પાનવાળા શાકભાજી ડાયટમાં સામેલ કરવા જોઈએ. તેમાંથી જરૂરી એન્ટી ઓક્સીડન્ટ, ફોલેટ અને વિટામીન મળે છે. 

અળસી

3/6
image

અળસીના બીમાં ઓમેગા, વિટામીન ઈ અને હેલ્ધી ફેટ્સ હોય છે. તે વાળના ટેક્સ્ચરને સુધારે છે. તેનાથી વાળ શાઈની અને લાંબા બને છે. 

પમ્પકીન સીડ્સ

4/6
image

પમ્પકીન સીડ્સ ઓમેગા ફેટી એસિડ, ઝિંકથી ભરપુર હોય છે. તેનાથી હેર ફોલની સમસ્યા ઓછી થાય છે. 

બદામ

5/6
image

વિટામિન ઈ વાળ માટે ફાયદાકારક છે. વિટામિન ઈ બદામમાં સૌથી વધુ હોય છે. તેને ખાવાથી વાળમાં ચમક વધે છે.

6/6
image