રાજકોટ : શહેરમાં આપઘાતનાં કિસ્સાઓમાં આ કોરોના કાળ દરમિયાન કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. સમગ્ર રાજ્યનાં 36 શહેરોમાં આંશિક લોકડાઉનની સ્થિતિ છે. જેના કારણે લોકો ઘરમાં જ પુરાઇ રહે છે જેથી ઘરકંકાસથી માંડીને આર્થિક તંગી સહિતની અનેક બાબતોનો સામનો લોકો કરી રહ્યા છે. જેના પગલે આપઘાતનાં કિસ્સાઓમાં પણ ઉછાળો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરનાં મવડી વિસ્તારમાં શ્રીનાથજી પાર્કમાં રહેતા ભારતી બહેન ગોહિલ નામની મહિલાએ ઝેરી પાવડર ખાઇને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મુદ્દે પોલીસે પરિણિતાનું નિવેદન નોંધ્યું હતું. પરણિતાનાં અનુસાર તેણે પબજી રમી રહેલા પતિને બે વખત બોલાવ્યો પરંતુ તેને ધ્યાન આપ્યું નહોતું જેના કારણે ખોટુ લાગતા તેણે આપઘાત કર્યો હતો. 


બીજા બે બનાવમાં આજીડેમ વિસ્તારમાં માંડા ડુંગર પાસે રહેતા પ્રદિપભાઇ પરમારને તેના પિતાએ ધંધા બાબતે ઠપકો આપતા તેને લાગી આવ્યું હતું અને તેણે આપઘાત કરી લીધો હતો. જ્યારે રામાપીર ચોકડી પાસે લાભદીપ સોસાયટીમાં દિનેશ ભાઇ ચૌહાણે એસીડ પી આપઘાત કર્યો હતો. આંશિક લોકડાઉનનાં કારણે આર્થિક સંકડામણથી કંટાળી તેમણે આ પગલું ભર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube