દિવ્યેશ જોષી/રાજકોટ: હાલ શિયાળાની હાર્ટ થીજવતી ઠંડી પડી રહી છે. પરંતુ રાજકોટમાં ઠંડીમાં પણ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. હજુ તો ઉનાળો આવ્યો નથી ત્યાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. રાજકોટમાં પાણીના કનેક્શન કાપી નાંખવામાં આવતા મોટી સંખ્યામાં મહિલાઓએ કોર્પોરેશનની ઓફિસમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગજબની ટેકનિક! ગુજરાતમાં પ્લાસ્ટિકનો કચરો કોલસામા થશે રૂપાંતરિત, આ જગ્યાએ પ્લાન્ટ શરૂ


  • રાજકોટમાં ઉઠ્યો પાણીનો પોકાર

  • પાણી કનેક્શન કાપી લેવાતા હોબાળો

  • મોટી સંખ્યામાં મહિલાઓએ પહોંચી RMC


OMG! ગુજરાતની સગર્ભા માતાઓમાં વધ્યું આ વ્યસન, મહેસાણાના 10 તાલુકાઓને લઈ મોટો ધડાકો!


રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં મહિલાઓ કોર્પોરેશનની ઓફિસમાં પહોંચી પાણી મામલે હોબાળો મચાવ્યો હતો. શહેરના રેલનગર વિસ્તારમાં લાંબા સમયથી પાણીની પારાયણ છે. આ વિસ્તારમાં આવેલી ભગિની નિવેદિતા ટાઉનશીપના લોકો પાણી માટે ફાંફાં મારી રહ્યા છે. કોર્પોરેશને વર્ષ 2019માં બનેલી સોસાયટીમાં એક સાથે પાંચ વર્ષનો વેરો મોકલી પાણીના કનેક્શન કાંપી નાંખ્યા. રૂપિયા 28 લાખનું બિલ ફટકારી કનેક્શન કાંપી નાંખતા સ્થાનિકો વિફર્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશનના અણધડ વહીવટને કારણે એક સાથે પાંચ વર્ષને વેરો આપવામાં આવ્યો છે. સોસાયટીમાં 308 ફ્લેટ આવેલા છે અને તેમાં 165 પરિવારો રહે છે. પાણીનું કનેક્શન કાપી નાંખવામાં આવતા તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 


હેલ્થ ઈંશ્યોરેન્સ ખરીદનારાઓ માટે આજે મોટો દિવસ; લોકહિતમાં લેવાયો ક્રાંતિકારી નિર્ણય


પાણી વગર મુશ્કેલી


  • કોર્પોરેશનના અણધડ વહીવટને કારણે એક સાથે 5 વર્ષને વેરો અપાયો 

  • સોસાયટીમાં 308 ફ્લેટ આવેલા છે, 165 પરિવારો રહે છે

  • પાણીનું કનેક્શન કાપી નાંખવામાં આવતા તમામ લોકો મુશ્કેલીમાં 


ખેતરમાં ઉભો પાક હોય તો ખાસ જાણી લેજો! અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને ખાસ સલાહ


પાણીના કનેક્શન કાપી નાંખવા મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે, હાલ પુરતા કનેક્શન ચાલુ કરી દેવામાં આવશે. પરંતુ તેમને જે રકમ ભરવાની થાય છે તેતો ભરવી જ પડશે. રાજકોટમાં પાણીની સમસ્યા આજકાલની નહીં પણ વર્ષોથી છે. ઘણીવાર પાણીના પોકારના દ્રશ્યો જોવા મળે છે. ત્યારે ફરી એકવાર કોર્પોરેશનની ભૂલને કારણે આવી સ્થિતિ સર્જાઈ છે.