• રાજકોટમાં ધીમી ગતિએ ચાલુ રહેલા વેક્સીનેશન પાછળ શું કારણ છે તે તો તંત્ર જ બતાવી શકશે

  • રાજકોટ જિલ્લાના 145 જેટલા ગામ કોરોનામુક્ત બન્યા છે. છેલ્લા 3 સપ્તાહમાં એક પણ પોઝિટિવ ન આવતા હાશકારો થયો


ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ જિલ્લો બહુ જ ઝડપથી કોરોનામાંથી રિકવર થઈ રહ્યો છે. રાજકોટના અનેક ગામડાઓ કોરોનાની બીજી લહેરમાંથી બહાર નીકળી રહ્યાં છે. પરંતુ એક તરફ જ્યાં જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યાં છે, ત્યાં બીજી તરફ રાજકોટમાં વેક્સીનેશન મંદ ગતિએ ચાલી રહ્યું છે. રાજ્યમાં સૌથી ઓછા રસીકરણવાળા પાંચ જિલ્લામાં
રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેરમાં 6.70 લાખ, જ્યારે રાજકોટ જિલ્લામાં 3.73 લાખ લોકોને જ રસીકરણ કરાયું છે. રાજકોટમાં 2.62 લાખ યુવાનોએ કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો છે. રાજકોટમાં ધીમી ગતિએ ચાલુ રહેલા વેક્સીનેશન પાછળ શું કારણ છે તે તો તંત્ર જ બતાવી શકશે. 


આ પણ વાંચો : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે સહાય પેકેજ જાહેર કર્યું 


રાજકોટમાં 145 ગામ કોરોનામુક્ત
રાજકોટ જિલ્લાના 145 જેટલા ગામ કોરોનામુક્ત બન્યા છે. છેલ્લા 3 સપ્તાહમાં એક પણ પોઝિટિવ ન આવતા હાશકારો થયો છે. આ તમામ ગામો એવા છે જ્યાં પ્રથમ લહેરમાં ક્યાંક ઓછા કેસ જોવા મળ્યા હતા, તો ક્યાંક વધુ કેસ જોવા મળ્યા હતા. પરંતુ પૂરતી તકેદારી રાખતા આ આફતથી જિલ્લાના 145 ગામોએ કોરોનાને હરાવ્યો છે. રાજકોટ તાલુકાના 44 ગામ, પડધરીના 14, લોધિકાના 14, જેતપુરના 4, ગોંડલના 20, કોટડાસાંગાણીના 23, જસદણના 23, વીંછિયાના 22, ઉપલેટાના 15 અને જામકંડોરણાના 4 ગામનો સમાવેશ થાય છે. 


આ પણ વાંચો : ધોરણ 12ની પરીક્ષા રદ કરવી કે નહિ, ગુજરાત સરકાર જલ્દી લઈ શકે છે આ નિર્ણય