રાજકોટ: શહેરમાં વધુ એક વખત ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાના ધામમાં વિદ્યાની જગ્યાએ ફરી એકવખત અભદ્ર વીડિયો વાયરલ થયો છે. અગાઉ શિક્ષણધામમાં ક્યારેક મારામારી તો ક્યારેક અપશબ્દોનો મારો તો ક્યારેક આલિંગન આપવામાં આવતા હોય તે પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રંગીલા રાજકોટમાં ફરી એકવાર શિક્ષણધામનો એક વીડિયો વાયરલ થયો છે. આ વખતે પ્રેમી પંખીડા લિપ કિસ કરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેરમાં શિક્ષણધામમાં વાયરલ થયેલો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું વિષય બનેલો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્રેમી પંખીડા લિપ કિસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગત સપ્તાહે જ પ્રેમી પંખીડા ક્લાસરૂમમાં આલિંગન આપતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે ફરી પ્રેમી પંખીડાનો લિપ કિસ કરતો વીડિયો વાયરલ થતા સંસ્થાની શિક્ષણ પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.


વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક વિદ્યાર્થી ક્લાસરૂમની અંદર બેઠો છે. ત્યારે ક્લાસરૂમની બહારના ભાગમાં જે પેસેજ એરીયા આવેલો છે. ત્યાં બારીની નજીક એક યુવક- યુવતી બેઠા છે. યુવક અને યુવતી બંને એકબીજાને લિપ કિસ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો ક્લાસરૂમની અંદરથી કેદ થયેલા જોવા મળી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો મામલે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ જોવું મહત્વનું બની રહેશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube