ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મૃત્યુ, યુવા અગ્રણીના મોતથી લેઉવા પાટીદાર સમાજ શોકમાં
Heart Attack : રાજકોટમાં રહેતા કલ્પેશભાઈ તંતીને ગઈકાલે સાંજે ભગવાનની પૂજા કરતા સમયે હાર્ટએટેક આવ્યો.... તેના બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા
Rajkot News : કોરોના પછી હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ હાર્ટએટેકના કિસ્સા જીવલેણ બની રહ્યાં છે. ચિંતાની બાબત એ છે કે, હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. પાટીદાર અગ્રણી કલ્પેશ તંતીના નિધનથી લેઉવા પાટીદાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આમ, માત્ર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત આવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના નાના મવા રોડ પર શ્રીરાજ રેસિડન્સીમાં 46 વર્ષીય કલ્પેશભાઈ તંતીનો પરિવાર રહે છે. તેઓ તુલસીપત્ર બંગલોમાં રહે છે. ગઈકાલે સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ તેઓ બંગલોના બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા ગયા હતા. પરંતું લગભગ અડધા કલાક સુધી તેઓ નીચે આવ્યા ન હતા. તેથી પરિવારજનોએ તેમને નીચેથી બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો. તેથી તેમને ઉપર જોવા ગયા, તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ : આ તારીખથી ગુજરાતમાં ચોમાસાના ચોથા રાઉન્ડની એન્ટ્રી થશે
હોસ્પિટલમાં પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, આ જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. કલ્પેશભાઈના નિધનથી લેઉવા પાટીદાર સમાજમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. તેઓ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. ત્યારે કલ્પેશ તંતીનું હાર્ટ એટેક મૃત્યુને લઈને પરિવાર તથા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
અંબાજી મંદિરમાં ભક્તોએ માતાને ચઢાવેલા સોના અંગે લેવાયો મોટો નિર્ણય
કલ્પેશભાઈને 18 વર્ષનો દીકરો અને 15 વર્ષની દીકરી છે. તેઓ રાકોડના સડક પીપળઆયા પાસે પોલીમરનું કારખાનુ ધરાવે છે. તેમજ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. ત્યારે તેમના આકસ્મિક નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પરંતું રાજકોટમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. આ હાર્ટએટેક જીવલેણ સાબિત થઈ રહ્યાં છે.
H-1B વિઝાની લોટરી ન લાગી તો ટેન્શન ન લેતા, અમેરિકા જવાના આ રસ્તા પણ ખૂલ્યા છે
કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના