રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ જિલ્લાના કોટડા સંઘાણી તાલુકાના મોટા માંડવા ગામે સરપંચે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. અશોક પટેલ નામના સરપંચે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જેમાં ચોંકવનારો ખુલાસો થયો છે કે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સરપંચ અશોક પટેલે આત્મહત્યા કરી છે. આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેઓએ આત્મહત્યા કરી હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરી પોલીસે ગુનો નોંધ્યો છે. તો સ્યૂસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 


1 જૂનથી સુરતના 61 ટેક્સટાઈલ માર્કેટને ખોલવાની પરમિશન અપાઈ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે બપોરે મોટા માંડવાના વાડી વિસ્તારમાં રહેતા સરપંચ અશોક પટેલે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. નાનકડા ગામના સરપંચ અશોક પટેલે ઝેરી દવા પી લીધા બાદ તેમના સ્નેહીજનોને જાણ કરી હતી. જેથી તેઓ તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને ગયા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ અશોક પટેલનું મોત નિપજ્યું હતું. 


પરિવારના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અશોક પટેલ લાંબા સમયથી ચિંતાતુર રહેતા હતા. તેમજ તેઓને વ્યાજખોરોનો ત્રાસ પણ હતો તેવુ જણાવ્યું હતું. આમ, મોટા માંડવાની પોલીસ આ આત્મહત્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર