મૌલિક ધામેચા/અમદાવાદ :હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. સોનુ ડાંગરે એક વીડિયો જાહેર કરીને અમરેલી SP ને ખુલ્લેઆમ ધમકી આપી છે. સોનુ ડાંગરે રાજુલાના મહિલા PSI ડોડિયાને પણ ધમકી આપી છે. ગંભીરતા એ છે કે, ઓઢવ પોલીસે સોનુ સહિત 4 લોકોની કસ્ટડી અમરેલી પોલીસને સોંપી ત્યારે રાજકોટમાં વોન્ટેડ હોવા છતાં સોનુની કસ્ટડી રાજકોટ પોલીસે ન લેતા તે છૂટી ગઈ છે. 


Video : લોકોએ ઉતારી નરાધમ દુષ્કર્મીઓની ચરબી, નગ્ન કરીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનુ ડાંગરે વીડિયોમાં શું કહ્યું....
અમરેલીના એસપી સાહેબ અને ડોડિયા મેડમને મારે એટલું જ કહેવાનું કે, તમે 1000 ટકા હિન્દુના સંતાનો નથી. તમારે બંને લોકોએ તપાસ કરવી જોઈએ કે તમારું ડીએનએ શું છે. તમે લોકોએ મુન્નાભાઈ સામે ખોટા કેસ કર્યા. અમને લોકોને પરેશાન કર્યા તે બહુ ખોટું કર્યું છે. ડોડિયા મેડમ, કોઈ વાંધો નહિ. આપણે આમને સામને થઈ જઈશું. તમારે કેસ કરવો હોય તો કરી દેજો. હું સોનું ડાંગર પોતે બોલું છું. આપણે બંનેનો આમનો સામનો થશે. હું મારા બાપની અને તમે તમારા બાપના હોવ તો મુન્નાભાઈ વિરુદ્ધના બધા પુરાવા લઈને આવજો. અમે એ રીતે તૈયારી રાખીને આવીશું....


કોંગ્રસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં બે ફાડ, કુંવરજીએ માર્યો દાવ !!


ઉલ્લેખનીય છે કે, રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર સાથે વોન્ટેડ આરોપી ગૌતમ પૂનાની અને શિવરાજ વીછિયા અને હરપાલસિંહની ઓઢવ પોલીસે તાજેતરમાં જ ધરપકડ કરી હતી. ઓઢવની માહી પેલેસ હોટેલમાં ચારેય જણા દારૂની મહેફિલ માણી રહ્યા હતા. દારૂની મહેફિલનો કેસ દાખલ કરી ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. આરોપી ગૌતમ અને શિવરાજ હથિયારના ગુનામાં અમરેલી પોલીસના ચોપડે વોન્ટેડ છે. અમરેલીમાં 6 હથિયારના ગુનામાં બંને ફરાર હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...