કોંગ્રસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત તોડવાનો કુંવરજી બાવળિયાનો મનસૂબો પાર પડ્યો, બાગી જૂથમાં ફાંટા પડતા ચેરમેનનું રાજીનામુ

કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત (Rajkot Jilla panchayat) માં કારોબારી બેઠક મળે તે પહેલાં જ કારોબારી સમિતીના ચેરમેન રેખાબેન પટોળીયાએ રાજીનામુ આપી દેતા જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. બાગી જૂથમાં ફાંટા પડતા ચેરમેને રાજીનામુ આપ્યું છે. ત્યારે સવાલ એ છે કે, કારોબારી સમિતીના નવા ચેરમેન કોણ બનશે ?આવો જોઈએ રાજકોટ જિલ્લા પંચાયત ( Rajkot Politics) નું ગરમાતું રાજકારણ કેવું છે. 

કોંગ્રસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત તોડવાનો કુંવરજી બાવળિયાનો મનસૂબો પાર પડ્યો, બાગી જૂથમાં ફાંટા પડતા ચેરમેનનું રાજીનામુ

રક્ષિત પંડ્યા/રાજકોટ :કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત (Rajkot Jilla panchayat) માં કારોબારી બેઠક મળે તે પહેલાં જ કારોબારી સમિતીના ચેરમેન રેખાબેન પટોળીયાએ રાજીનામુ આપી દેતા જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. બાગી જૂથમાં ફાંટા પડતા ચેરમેને રાજીનામુ આપ્યું છે. ત્યારે સવાલ એ છે કે, કારોબારી સમિતીના નવા ચેરમેન કોણ બનશે ?આવો જોઈએ રાજકોટ જિલ્લા પંચાયત ( Rajkot Politics) નું ગરમાતું રાજકારણ કેવું છે. 

કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતને કબજે કરવા છેલ્લા બે વર્ષથી ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મુખ્ય ભૂમિકા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની જોવા મળી રહી છે. જસદણ વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના 13 સભ્યોએ બળવો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અવારનવાર વિવાદમાં રહેતી જિલ્લા પંચાયતમાં આજ રોજ નવો વિવાદ સામે આવ્યો છે. બાગી સભ્યોએ બનાવેલી કારોબારી સમિતીમાં ચેરમેને કારોબારી બેઠક મળે તે પહેલાં રાજીનામુ આપતા વિવાદ સર્જાયો છે.

કારોબારી સિમિતિના 6 સભ્યોએ ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવાની જાહેરાત કરી હતી. આ મામલે જિલ્લા પંચાયત કોંગ્રેસના આગેવાન અર્જુન ખાટરીયા જણાવ્યું હતું કે, કોંગ્રેસને આ બાબતે કાંઈ લેવાદેવા નથી. બાગી સભ્યોને કોંગ્રેસ પહેલા જ સસ્પેન્ડ કરી ચૂકી છે. ત્યારે બાગી સભ્યોની અંદરોઅંદરની લડાઈના કારણે રેખાબેન પટોળીયાએ રાજીનામું આપવાની ફરજ પડી છે. છેલ્લા દોઢ વર્ષથી ભાજપ જિલ્લા પંચાયતમાં ગોળની રાજનીતિ ચલાવે છે જેમાં તેને સફળતા મળી રહી નથી તેવું કોંગ્રેસના આગેવાન અર્જુન ખાટરિયાએ જણાવ્યું હતું.  

કારોબારી સમિતીના ચેરમેન સામે સમિતિના જ 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત અંગે માંગ કરી હતી. ત્યારે આ મામલે બાગી જૂથના આગેવાન કિશોર પાદરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કારોબારી સમિતિમાં સંકલનના અભાવે અને કામ ન થતાં હોવાના કારણે અમે છ સભ્યોએ સાથે મળી રેખાબેન પટોડીયા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. છ સભ્યોમાંથી કોઇપણ કારોબારી ચેરમેન બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ બાગી સભ્ય કેપી પાદરીયા સામે સોલાર કૌભાંડમાં કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતને લઈને એસીબીમાં લાંચનો કેસ થયો હતો. ત્યારે હવે જિલ્લા પંચાયતમાં બાગી સભ્યોમાંથી નવા ચેરમેન કોણ બનશે તે એક મોટો પ્રશ્ન છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ 36 પૈકી 34 સભ્યો કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી રાજકોટ જિલ્લા પંચાયતને તોડી ભાજપ શાસિત બનાવવા ભાજપ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે અને તેમાં ભાજપને સફળતા મળી રહી નથી. ત્યારે ભાજપના બે જૂથ વચ્ચેના જૂથવાદને કારણે કોંગ્રેસ પોતાનું શાસન યથાવત રાખી શકી છે અને હાલમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે હાલમાં 21 સભ્યોનું સંખ્યા બળ છે. જ્યારે કે ભાજપ પાસે પોતાના 2 અને બાગી મળી કુલ 15 સભ્યોનું સંખ્યાબળ છે. હવે જોવાનું એ રહ્યું કે, બાગી જૂથમાં પડેલા ફાંટા અને જૂથવાદ વચ્ચે કારોબારી સમિતિના નવા ચેરમેન કોણ બનશે...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news