Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટમાં દારૂબંધીના ધજ્જિયા ઉડ્યા હતા. છેલ્લા બે દિવસમાં દારૂના બે વીડિયો વાયરલ થયા હતા. જેને કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. એક વીડિયોમાં જોવા મળ્યુ હતું કે, રાજકોટમાં એક બિનવારસી થેલો મળી આવ્યો, જેમાં દારૂ મળ્યો હતો. ત્યારે થેલામાં દારૂ દેખાતા જ રાજકોટવાસીઓએ દારૂ લેવા માટે પડાપડી કરી હતી. લોકોને રીતસરની દારૂની લૂંટ મચાવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતા અનેક સવાલો ઉઠ્યા હતા કે આખરે આ થેલો કોનો છે. કોઈએ ઈરાદાપૂર્વક થેલો મૂક્યો હતો કે પછી ભૂલથી. ત્યારે હવે આ મામલે ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે શુક્રવારના રોજ એસટી બસનો ડ્રાઈવર અલ્તાબ હોથી નાથદ્વારાની ટ્રીપ મારીને આવ્યો હતો, ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં હતો. તે કાળા કલરના બેગમાં ઇંગ્લિશ દારુ ભરીને લાવ્યો હતો. જે રાજકોટ પહોંચ્યા બાદ યાજ્ઞિક રોડ પાસેથી બાઇક લઇને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક સ્લીપ થતા ઇંગ્લિશ દારૂ ભરેલું કાળા કલરનું બેગ નીચે પડી ગયુ હતું. જેના પર લોકોની નજર જતા દારૂ લેવા માટે લોકોની પડાપડી થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એ ડિવિઝન પોલીસ મથકે અલતાબ હોથીની સાંજે ધરપકડ કરી હતી. 



ત્યારે આજે વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં શહેરના વેલનાથ પરામાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ચૂંટણી પૂર્વે દારૂના દુષણમાં એક વ્યક્તિ પર હુમલો થયો હતો. આ વિસ્તારના લોકો દેશી દારૂ લઈ આવનારને પૂછી રહ્યા છે દારૂ ક્યાંથી લાવ્યો? રૂપિયા 30 ની કોથળી લઈ આવ્યાનું વીડિયોમાં બોલે છે. વેલનાથ પરાના રહીશોની માંગ છે. બુટલેગર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. છેલ્લા બે દિવસમાં દારૂના બે વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે.