Rajkot News રાજકોટ : રંગીલુ રાજકોટ બન્યું રક્ત રંજીત. રાજકોટમાં સતત બીજા દિવસે હત્યાનો સિલસિલો યથાવત છે. બે દિવસમાં 3 વ્યક્તિઓની હત્યાના બનાવ બન્યા છે. પતિએ ક્રુરતાપૂર્વક પત્નીની હત્યા કરી છે.  બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત હનુમાન કથા સાંભળી પરત પોતાના ઘરે ખોડિયારપરામાં પહોંચેલી 25 વર્ષીય પરિણીતા અંજલિ અહેરવાલની તેના પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. પતિ પુષ્પેન્દ્રએ પત્નીની ઘરકંકાસમાં હત્યા કરી હતી. પત્ની પાસેથી પૈસા માંગતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિ નશાની હાલતમાં ઘરે આવી પત્નીને માર મારતો હતો. જેના બાદ પત્નીની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશનો અહેરવાલ પરિવાર રહે છે. આ પરિવારના સદસ્યો ગઈકાલે રેસકોર્સ મેદાન સ્થિત બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા સાંભળવા ગયાં હતાં. જેના બાદ તમામ લોકો ઘરે આવી ગયા હતા. જેમાં પરિવારની અંજલિ પુષ્પેન્દ્ર અહેરવાલ પણ ઘરે આવી હતી. બધા પોતપોતાના રૂમમાં આવીને સૂઈ ગયા હતા. સવાર થતાજ અંજલિ પોતાના રૂમમાંથી બહાર આવી ન હતી. તેથી તેની બહેને દરવાજો ખોલીને જોયુ તો અંદર અંજલિનો મૃતદેહ પડ્યો હતો. 


અમેરિકાનો ઝટકો! અમદાવાદ પ્લાન્ટમાં બનતી દવાઓની આયાત પર પ્રતિબંધ, હવે દવાઓનું શું થશે


અંજલિ મૃત હાલતમાં પથારી પર પડી હતી. આ જોતા જ તેની બહેનના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેણે પરિવારના તમામ સદસ્યોને જાણ કરી હતી. પરંતુ આ ઘટનામાં અંજલિનો પતિ પુષ્પેન્દ્ર ગાયબ હતો. બાદમાં ખુલાસો થયો કે પતિ પુષ્પેન્દ્રએ પત્નીની હત્યા કરી હતી. 


બન્યું એમ હતું કે, બધા લોકો રાતે 11 વાગ્યે બાબા બાગેશ્વરની કથામાંથી પરત ફર્યા હતા અને બાદામં બધા સૂઈ ગયા હતા. મોડીરાત્રે દોઢેક વાગ્યે અંજલિ અને તેના પતિ વચ્ચે પૈસા મામલે માથાકૂટ થઈ હતી અને પતિએ તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. આરોપી પતિ પુષ્પેન્દ્ર હત્યા નીપજાવી ફરાર થઇ ગયો હોવાથી પોલીસે અંજલિના બહેનની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.


માતાપિતા પગે પડ્યા, હાથ જોડી આજીજી કરી પણ દીકરીએ ઈજ્જત ઉછાળી પ્રેમી સાથે ચાલતી પકડી


પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અંજલિ રાજકોટમાં જ મજૂરીકામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હતી. પતિ પુષ્પેન્દ્ર તેના વતનથી દર મહિને રાજકોટ આવતો હતો અને પત્ની અંજલિ સાથે માથાકૂટ કરી પૈસા લઈને વતન જતો રહેતો હતો.


આમાં પણ ગુજરાતીઓ અવ્વલ : ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવામાં રેકોર્ડ બનાવ્યો