VIDEO : માતાપિતાએ પગ પકડ્યા, હાથ જોડી આજીજી કરી પણ દીકરીએ ઈજ્જત ઉછાળીને પ્રેમી સાથે ચાલતી પકડી

Father And Daughter : દીકરી એટલે વ્હાલનો દરિયો, દીકરી એટલે ઘરની લક્ષ્મી પણ આવી દીકરી હોય તો મા-બાપ માટે શું કહેવું એ સૌથી મોટો સવાલ છે.  પ્રેમ લગ્ન કરીને ભાગી ગયેલી દીકરીને મનાવતા લાચાર માતાપિતાના આ હૃદયદ્રાવક દ્રશ્યો છે. મા-બાપ રીતસરના કરગરી રહ્યાં છે પણ દીકરીને એની જરા પણ પરવાહ નથી. 
 

VIDEO : માતાપિતાએ પગ પકડ્યા, હાથ જોડી આજીજી કરી પણ દીકરીએ ઈજ્જત ઉછાળીને પ્રેમી સાથે ચાલતી પકડી

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠામાં હૈયુ હચમચી જાય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં દીકરીએ પ્રેમમાં અંધ બની માતા-પિતાને ઓળખવાનો ઇનકાર કરતા માં-બાપ હાથ જોડી આજીજી કરતા રહ્યા અને દીકરી  પ્રેમી સાથે જતી રહી હતી. દિયોદરના રૈયા ગામની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ માતા પિતાને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. માતા પિતાએ પોતાની દીકરીના પગ પકડવા પડ્યા હતા. પરંતું પિતાની આજીજીને અવગણી દીકરી પ્રેમી સાથે ચાલતી નીકળી હતી. રૈયા ગામની યુવતીએ પ્રેમલગ્ન કરી પ્રેમી સાથે ફરાર થઈ હતી. પિતાની ગુમસુદા અરજીને આધારે યુવક-યુવતીને દિયોદર પોલીસ મથકે હાજર કર્યા હતા. આ સમયે દીકરીને મનાવતા માતાપિતાના હદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પ્રેમ લગ્ન કરીને ભાગી ગયેલી દીકરીને મનાવતા લાચાર માતાપિતાના હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ તારું લોહી પણ ઉકળી જશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 3, 2023

દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે, કાળજાનો કટકો હોય છે અને એ જ કટકો માતા-બાપની ઈજ્જત ઉછાળી છૂટી જાય તો લાચાર માતાપિતા પર આભ તૂટી પડે છે, આવી જ ઘટના બની દિયોદરના રૈયા ગામે. મા-બાપ કલ્પાંત કરતા રહ્યા, હાથ જોડી આજીજી કરતાં રહ્યા છતાં. પ્રેમમાં અંધ બનેલ દીકરી પ્રેમી સાથે મા-બાપને છોડીને જતી રહી. બસ રહી ગયો તો માં-બાપનો કલ્પાંત. પ્રેમ લગ્ન દીકરીએ કર્યા પણ અનેક પરિવાર તૂટવાની દહેશત વચ્ચે માં-બાપની કલ્પાંત રુદન કંપાવી દે તેવી છે.

 હા પ્રેમ કરવાનો દરેક અધિકાર છે. દરેક છોકરીએ પોતાના મનપસંદ છોકરા સાથે જ લગ્ન કરવા જોઈએ. છોકરો મા-બાપ બતાવે અને ના ગમે તો એમની સાથે વાત કરો, એ તમારા મા-બાપ છે જેમને તમને મોટા કરવા માટે પોતાની પરવાહ નથી કરી. એમને તમારા સારા ખોટાનું ભાન છે. આમ છતાં પણ તમને એમ લાગે કે તમે સાચા છો તો પ્રેમથી સમજાવો કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. દીકરી માટે કોઈ વાલી એટલા કઠોર તો ના બને કે યોગ્ય છોકરો હોય અને મા-બાપ વિરોધ કરે... આજે દુનિયા બદલાવાની સાથે મા-બાપ પણ બદલાયા છે. એમને સમજાવો પણ આ રીતે હડધૂત કરવા પણ યોગ્ય નથી. એક બાપ દીકરીના પગ પકડી રહ્યો છે. આ દ્રશ્યો જ વિચલીત કરી મૂકે એવા છે. તમે મોટા થયા એનો મતલબ એ નથી કે મા-બાપને ઠોકર મારીને નીકળી જાઓ. થોડી ક તો શરમ કરો.. પ્રેમ કરવો ગુનો નથી પણ મા બાપનું આ અપમાન એ ગુનો છે. મા-બાપ દીકરીઓ પર ભરોસો કરવાનું બંધ કરી દેશે. 
 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મજૂરી કરીને પેટિયું રળતા ગરીબ પરિવારે પેટે પાટા બાંધીને વ્હાલસોહી દીકરીને મોટી કરી, પણ યુવાનીના ઉંમરે જ માં બાપને છોડી દીકરી ભાગી ગઈ. જોકે અગાઉ દીકરીની સામાજિક રીત રિવાજ મુજબ તેના સગા મોટા ભાઈના સાટામાં સગાઈ કરાઈ હતી. પણ કર્મની કઢીનાઈ એ કે, દીકરીએ જ્યાં સગાઈ થઈ ત્યાં નહીં પણ, બીજા નાના ભાઈના સાળા જોડે જ ભાગી પ્રેમ લગ્ન કરી લીધા. જે સામાજિક રીતે પણ માં બાપના માથે કાળી ટીલી સમાન સાબિત થયું. 

દીકરીને મોટા ભાઈના સાટામાં સગાઈ થઈ હતી અને ત્યાં પરણાવવાની હતી. જોકે યુવતીના મોટાં ભાઈ પણ કેન્સર પીડિત છે, માં બાપ ગરીબીમાં ઝૂમી રહ્યા છે. છતાં, દીકરીએ કોઈનો પણ વિચાર કર્યા વિના નાના ભાઈના સાળા જોડે પ્રેમ લગ્ન કરી લીધા. પરિણામે મોટા ભાઈ અને નાના ભાઈના ઘરસંસારમાં અસર પડે એમ છે. જ્યારે માં બાપ પર આભ તૂટી પડ્યું અને શબ્દો નીકળી પડ્યા કે કાળજાનો કટકો હાથમાંથી છૂટી ગયો.

દીકરી જતા માં બાપ પર આભ તૂટી પડ્યું છે. દીકરી પ્રેમમાં અંધ બનતા પરિસ્થિતિ કપરી બની હતી. દીકરીના પિતાને સામાજિક ધમકી પણ મળી, સમાજ એ કઈ ન કરતા માં બાપ દીકરી આગળ કલ્પાંત કરતા જોવા મળ્યા હતા. હાથ જોડી આજીજી કરતા માં બાપના દ્રશ્ય કાળજું કપાવી નાંખે એવા હતા. પણ સમય બદલાયો સ્થિતિ બદલાઈ અને માં બાપ દીકરી આગળ લાચાર બનતા જોવા મળ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news