Mehsana News : મહેસાણામાં આરાધ્ય દેવી માં બહુચર વિશે અશોભનીય ટિપ્પણી કર્યા બાદ હોબાળો મચ્યો હતો. સોશિયલ મીડિયામાં અશોભનીય ટિપ્પણી કરીને પોસ્ટ વાયરલ કરનારને મહેસાણા LCB, કડી પોલીસે ઝડપી પાડ્યો છે. પોસ્ટ કરનાર રાજકોટના મનસુખ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી. અશોભનીય પોસ્ટને લઈ માં બહુચરના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના મનસુખ રાઠોડ નામના શખ્સે બહુચર માતાજી વિશે અભદ્ર વાણી વિલાસ કરી હતી. અભદ્ર ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ શખ્સ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. લોકોએ તેને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી. 


બહુચર માતાજીના ભક્તોની લાગણી દુભાવાને લઈ આ અંગે મહેસાણા જિલ્લામાં એક ભક્ત યુવરાજસિંહ સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના બાદ કડી પોલીસ દ્વારા રાજકોટના મનસુખ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે.   


આ પણ વાંચો


મહેલ જેવું છે રાજલ બારોટનું સાસરિયું! સાસરીવાળાએ ભાવિ વહુનું ભવ્ય સ્વાગત કર્યું


દુનિયામાં પહેલીવાર કોઈ રોબોટે કરી આત્મહત્યા, માણસ કરતા પણ બદતર હતું જીવન


I am Sorry! ભાજપની કારોબારી બેઠકમાં પાટીલે ભાજપના નેતાઓની વચ્ચોવચ કેમ માંગી માફી?