રાજકોટ :રાજકોટની પરિણીતા પર લગ્નના દિવસે જ આભ ફાટી પડ્યું. સુહાગરાતની રાતે જ પતિએ એવી વાત કરી કે, પરિણીતાની ઈચ્છાઓ ચકનાચૂર થઈ ગઈ. પતિએ તેણીને સુહાગરાતે કહ્યુ હતું કે, તેના જીવનમાં બીજી કોઈ મહિલા છે. તેણે ફક્ત પરિવારના કહેવાથી તેની સાથે લગ્ન કર્યાં છે. પતિની આવી વાત બાદ ફરિયાદીને સુહાગરાતે જ મોટો આઘાત લાગ્યો હતો. માલવીયાનગર પોલીસ મથકે એક યુવતીએ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી મહિલાએ પોતાના પતિ, દીયર, સાસુઅને સસરા સામે ફરિયાદ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં અમીનમાર્ગ પર આવેલા ત્રિશા બંગલોઝમાં રહેતી એક પરિણીતાએ તેણીના પતિ જતીન સગપરીયા, દિયર કૌશલભાઈ, સાસુ ઇલાબેન અને સસરા નાથાભાઈ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં મહિલાએ જણાવ્યુ કે, તેના લગ્ન 2005 ના વર્ષમાં જતીન સગપરીયા સાથે થયા હતા. લગ્નની રાતે જ મારા પતિએ મને કહ્યુ હતું કે, મારા જીવનમાં બીજી મહિલા છે. તેણે માત્ર પરિવારના દબાણથી આ લગ્ન કર્યાં છે. 


આ પણ વાંચો : AAP ના મુરતિયા : 10 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?


નવા સંસાર માંડવાના ખ્વાબ જોતી પરિણીતાને આ જાણીને લગ્નની રાતે જ આંચકો લાગ્યો હતો. આ બાદ પતિએ વિચારવાનો સમય માંગ્યો હતો, તેમજ ભવિષ્યમાં બધુ સારું થઈ જશે તેવી વાત કરી હતી. પતિ સુધરી જશે તેવું માનીને પરિણીતાએ શરૂઆતમાં આ વાત કોઈને કરી ન હતી. તેમનુ લગ્ન જીવન સુખેથી ચાલવા લાગ્યુ હતું. લગ્ન જીવનથી બંનેને એક દીકરો પણ છે. પરંતુ પરિણીતાની ધારણા ખોટી નીકળી હીત. એક દિવસ તેના પતિએ તેને કહ્યુ કે, તુ મને ગમતી નથી. તેના બાદ તેણે છૂટાછેડા આપવાની વાત કહી હતી. 


આ પણ વાંચો : દાદીની ઉંમરની વૃદ્ધા પર 21 વર્ષના યુવકે નજર બગાડી, નશો કરીને કર્યું એવુ કૃત્ય કે ભગવાન પણ માફ નહિ કરે 


વાત આટલેથી અટકી ન હતી. પતિએ પત્નીને મારપીટ કરવાની શરૂઆત કરી હતી. પરિવારનો અન્ય સદસ્યો પણ હવે પરિણીતાને મારવા લાગ્યા હતા. આ બાદ તેનો પતિ સતત છૂટાછેડા માટે દબાણ કરવા લાગ્યો હતો. આખરે કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી.