રાજકોટઃ શાપર વેરાવળમાં છૂટક મજૂરી કરતા યુવકની હત્યા કરી દેવાઈ છે. શાપરની રાદડિયા ઈન્ડસ્ટ્રી નજીક કચરો વીણવા આવેલા યુવકને કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો જેમાં તેનું  મોત થયું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, કેલાક શખ્સો યુવકને બેરહેમીથી માર મારી રહ્યા છે. યુવક હાથ જોડીને માફી માગી રહ્યો છે. પરંતુ આવેશમાં આવી ગયેલા શખ્સો તેની એક વાત નથી સાંભળતા. યુવક સાથે તેની પત્નીને પણ માર માર્યાનો આક્ષેપ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ વીડિયો

જો કે, હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. યુવકને માર મારનારા શખ્સોની શોધખોળ શરૂ કરી છે. યુવકને મારમારનાર શખ્સો રાદડિયા ઈન્ડસ્ટ્રીઝના જ કારખાનેદારો અને માણસો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.