મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના મોતના આંકડા પર ઢાંકપિછોડો કરાયો
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુ આંક વધતા જતા વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લા ની આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી થતા મૃત્યુ આંક અખબારી યાદીમાં જાહેર કરવા બંધ કરી દીધું છે. છેલ્લા બે દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા જે અખબારી યાદી જાહેર કરવામા આવે તેમાં માત્ર કોરોના પોઝિટિવ કેસની યાદી જ આપવામાં આવે છે અને મૃત્યુ આંક જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પૂર્વે રાજકોટ મનપાએ જાહેર કરેલ મોતના આંકડા રાજ્ય સરકારની અખબારી યાદીમાં 3 દિવસ બાદ અપડેટ થયા હતા, જેને લઇ મીડિયામાં અહેવાલ પ્રસારિત કરાયો હતો અને મૃત્યુ આંક છુપાવવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુ આંક વધતા જતા વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લા ની આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી થતા મૃત્યુ આંક અખબારી યાદીમાં જાહેર કરવા બંધ કરી દીધું છે. છેલ્લા બે દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા જે અખબારી યાદી જાહેર કરવામા આવે તેમાં માત્ર કોરોના પોઝિટિવ કેસની યાદી જ આપવામાં આવે છે અને મૃત્યુ આંક જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પૂર્વે રાજકોટ મનપાએ જાહેર કરેલ મોતના આંકડા રાજ્ય સરકારની અખબારી યાદીમાં 3 દિવસ બાદ અપડેટ થયા હતા, જેને લઇ મીડિયામાં અહેવાલ પ્રસારિત કરાયો હતો અને મૃત્યુ આંક છુપાવવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત કથળી, મુંબઈથી તબીબ બોલાવાયા
મૃત્યુ આંક જાહેર કરવાનું બંધ કરતા રાજકોટ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પત્રકાર પરિષદ કરી સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર મોતના આંકડા છુપાવી રહી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી છે. આવા સમયે ભારતમાં ગુજરાતમાં પણ તેની મહામારી છે. ત્યારે મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં આ આંકડા છુપાવવાની કોઈ જરૂરિયાત નથી. સરકાર મોતના આંકડા શા માટે નથી જાહેર કરતી તેનો ખુલાસો કરે.
વડોદરા : પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ
બીજી તરફ, અનલોક 2 દરમિયાન રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં એકાએક વધારો થયો છે. જેમાં સૌથી વધુ કેસ ધોરાજીમાં સામે આવી રહ્યા છે. ધોરાજીમાં સૌથી વધુ 67 કેસો આવ્યા છે અને આ માટે આ વિસ્તારમાં જિલ્લા કલેકટરે માત્ર એક વખત મુલાકાત લીધી હોવાનું ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું. તેમનો આક્ષેપ છે કે, ધોરાજી વિસ્તારમાં કેસોની સંખ્યા વધતા સરકારે હવે ટેસ્ટિંગ ઘટાડ્યું છે. અગાઉ 30 થી 40 ટેસ્ટ થતા હતા. તેમાંથી 10, 15 કેસ પોઝિટિવ જાહેર થતા હતા. સાથે જ ધોરાજીમાં અને ઉપલેટામાં ધારાસભ્ય, વેપારીઓ, આગેવાનો અને અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં ધોરાજી બાદ હવે ઉપલેટામાં પણ સવારે 8 થી 1 વાગ્યા સુધી જ ધંધો રોજગાર ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર