રાજકોટ: કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય
રાજકોટમાં કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય હેઠળ ટામેટા, તરબૂચ, અને વટાણાની આંતરરાજ્ય આવક બંધ કરવામાં આવી છે. આવતી કાલથી એક સપ્તાહ માટે આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય હેઠળ ટામેટા, તરબૂચ, અને વટાણાની આંતરરાજ્ય આવક બંધ કરવામાં આવી છે. આવતી કાલથી એક સપ્તાહ માટે આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
વડોદરા: મોતના આંકડા છૂપાવવા માટે તંત્રનું નવું કારસ્તાન
મળતી માહિતી મુજબ કોરોના વાયરસ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડે ટામેટા, તરબૂચ, વટાણાની આંતરરાજ્ય આવક આવતીકાલથી એક સપ્તાહ માટે બંધ કરી છે. અન્ય રાજ્યોમાંથી આવેલા ટ્રક ડ્રાઈવરો અને મજૂરો કોરોના સંક્રમણ ન ફેલાવે તે માટે આવક હાલ પૂરતી બંધ કરાઈ છે. મહારાષ્ટ્ર, અને નાસિકમાંથી ટામેટા, સિમલાના વટાણા અને બેંગ્લુરુથી તરબૂચ રાજકોટ આવે છે.
જામનગર: કોરોનાના વધુ બે કેસ સાથે આંકડો 26 થયો, ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં 17મી સુધી વેપાર-ધંધા બંધ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સવારના 12 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી શાકભાજીનું વેચાણ થાય છે. અત્રે જણાવવાનું કે હાલ ગુજરાતમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જે તાજા આંકડા જાહેર કરાયા તે મુજબ ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસના 394 નવા કેસ આવ્યાં. આ સાથે કોરોના વાયરસનો કુલ આંકડો 7797 પર પહોંચ્યો છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 66 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube