રાજકોટમાં સ્થિતિ વધુ ગંભીર, બ્લેક ફંગસના દર્દીની દરેક વિગત દિલ્હી મોકલાશે
- રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં અલગ અલગ પ્રકાર જોવા મળ્યો છે. જેમ કે, 59 ટકા દર્દીઓની આંખમાં બ્લેક ફંગસ છે. 55 ટકા દર્દીને નાક-સાયનસમાં અને 18 ટકાને તાળવામાં ફંગસ જોવા મળ્યું છે. 7 ટકા દર્દીઓને મેનેન્જીસ અને 1 ટકા કાનમાં ફંગસ જોવા મળી
ગૌરવ દવે/રાજકોટ :રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કારણમાં કોરોનાના દર્દી પર સ્ટિરોઈડના બેફામ ઉપયોગથી ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ ઘટવા ઉપરાંત અશુદ્ધ ઓક્સિજન આપવાથી પણ ફુગ થયાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટમાં સ્થિતિ વધુ ગંભીર છે. તેથી મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) ને લઈને કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે.
નવી મહામારી પર વોચ રાખવા માટે પોર્ટલ બનાવાયું
રાજકોટના મ્યુકોરમાઇકોસીસના પ્રત્યેક્ષ કેસની વિગત તાત્કાલિક દિલ્હી મોકલવા આદેશ કરાયા છે. નવી મહામારી પર વોચ રાખવા માટે પોર્ટલ બનાવવામાં આવ્યું છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ થતાં જ તેની માહિતી દિલ્હીમાં મોકલવી પડશે. નોટિફાટેબલ ડિસીઝના લિસ્ટમાં મ્યુકોરમાઇકોસીસનો સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો : વેજલપુરની આગમાં ઘર બળ્યું... પોતાના ઝૂપડા ઉપર કાળો ધુમાડો ઉડતો જોઈ લોકો સામાન લેવા દોડ્યા, પણ...
રાજકોટના દરેક દર્દીનો રેકોર્ડ દિલ્હી મોકલાશે
રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં અલગ અલગ પ્રકાર જોવા મળ્યો છે. જેમ કે, 59 ટકા દર્દીઓની આંખમાં બ્લેક ફંગસ છે. 55 ટકા દર્દીને નાક-સાયનસમાં અને 18 ટકાને તાળવામાં ફંગસ જોવા મળ્યું છે. 7 ટકા દર્દીઓને મેનેન્જીસ (મગજમાં) અને 1 ટકા કાનમાં ફંગસ જોવા મળી છે. પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવા રાજકોટ સિવિલ હોસ્પિટલે 16 ડેટા ઓપરેટરની તાત્કાલિક નિમણૂંક કરી છે. અત્યાર સુધી અંદાજિત 500 દર્દીઓની એન્ટ્રી કરાઈ છે. સતત 24×7 કલાક ડેટા એન્ટ્રી કરવામાં આવશે. જેથી રાજકોટમાં આવતા દરેક દર્દીની વિગત ફીડ કરીને દિલ્હી મોકલાશે.