રાજકોટ : કોરોના મહામારી દિવસેને દિવસે વધારે વિકરાળ અને વિકટ થતી જઇ રહી છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોના ખુબ જ વકરી રહ્યો છે. અનલોક બાદ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને નાના ગામડાઓમાં કોરોનાની સ્થિતી સતત વિકટ થતી જઇ રહી છે. કોરોનાએ હવે જાણે રાજકીય યાત્રા શરૂ કરી હોય તેમ એક પછી એક નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. પક્ષ અને વિપક્ષનાં અનેક નેતાઓ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારે જાહેર કરેલી અનલોક-4ની ગાઇડલાઇન સરળ શબ્દોમાં સમજો, 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો

રાજકોટ મહાનગરપાલિકાનાં પૂર્વ મેયર રક્ષાબેન બોળિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ઘણા દિવસથી તેમને સામાન્ય તાવ આવી રહ્યો હતો. જેના કારણે તેમણે આજે કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. રક્ષાબેન બોળિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રેખાબેન દ્વારા પોતે આ અંગે માહિતી આપવામાં આવી હતી.


અમદાવાદ: ATM સ્વેપિંગ મશીન મુકી ઠગાઇ કરતો આરોપી ઝડપાયો, મોટાભેદ ખુલવાની શક્યતા

રેખાબેને જણાવ્યું કે, તેમને છેલ્લા 7 દિવસથી તેઓ તાવ અને ઉધરસની પીડાતા હતા. જેથી તેમણે આજે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, છેલ્લા 7 દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો હોમ ક્વોરન્ટાઇન થાય. જો કોઇને પણ તાવ શરદી કે કોરોનાનાં અન્ય કોઇ પણ લક્ષણ જણાય તો તેઓ તુરંત જ મનપા ટીમનો સંપર્ક કરે. રેખાબેનનો પરિવાર પણ હોમ ક્વોરન્ટાઇન થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર