ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ મહાનગરપાલીકાની ફરી એક વખત બેદરકારી સામે આવી છે. શહેરનાં 150 ફુર રીંગ રોડ પર રાજકોટ મહાનગરપાલીકાનાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બાઇક સાથે યુવક ખાબક્યો હતો. જેમાં ગંભીર ઇજા પહોંચતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકનાં પિતાએ રાજકોટ મહાનગરપાલીકાની બેદરકારીને કારણે જ તેનાં એકનાં એક જ પુત્રનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. હાલ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના માથે છે આ સંકટ! ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી


રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેનાં ઓવરબ્રિજ પાસે મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ માધાપર ચોકડી નજીક રહેતા હર્ષ દાવડા નામના યુવાનનું મોત નીપજ્યું હતું. ઓવરબ્રિજ પર ભારે વાહનોને પ્રવેશબંધી માટે મહાનગરપાલિકા લોખંડનાં એન્ગલ નાખવા માટે ખાડો ખોદયો હતો. ખાડે પાસે ડાયવર્ઝન મૂકવામાં ન આવતા બાઇક ચાલક હર્ષ દાવડા વાહનની ઓવરટેક કરવા જતા ખાડામાં પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ખાડામાં લોહીનું ખાબોચિયું પણ ભરાઈ ગયું હતું. પોલીસે હર્ષના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


એક ઝાટકામાં બની જશો કરોડપતિ, લાલ ભીંડા આપને 40 દિવસમાં કરી દેશે માલામાલ!


હર્ષના પિતાએ ચોધાર આંસુ સાથે રડતાં રડતાં જણાવ્યું હતું કે, ઘરે થી પંચર કરાવવા મારો પુત્ર હર્ષ ઉર્ફે લાલો નિકળો હતો. દોઢ કલાક જેટલો સમય થયો મેં ફોન કર્યા પણ કોઇ રીસીવ કર્યા નહિં. પછી અચાનક ફોન આવ્યો અને કહ્યું, તમે અહિં આવો અકસ્માત થયો છે. મે 108ને ફોન કરી બોલાવવા કહ્યું તો સામે થી જવાબ આવ્યો તમે અહિં આવી જાવ. હું પહોંચ્યો તો ખબર પડી કે મારા પુત્ર હર્ષનું મોત થયું છે. રાજકોટ મહાનગરપાલીકા આડેધડ ખાડા ખોદતી હોવાથી મારા પુત્રનું મોત થયું છે. બેદરકારી રાજકોટ મહાનગરપાલીકાની જ હોવાથી હું પોલીસ ફરીયાદ નોંધાવીશ.


સાવધાન! હવે ભૂલથી પણ મંજૂરી વિના સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યો તો ખેર નહીં...


આ ઘટનાને લઈને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સિટી એન્જિનિયરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્થળ પર ચેકિંગ કરવાનું કહેવામાં આવ્યું છે. એજન્સી દ્વારા સેફ્ટી રીબીન લગાવવામાં આવી હતી. અન્ય સેફ્ટીના સંશાધનોની જરૂરિયાત હતી કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવશે. સમગ્ર બનાવમાં એજન્સીની બેદરકારી જણાશે તો તેમના વિરૂદ્ધ પગલા લેવામાં આવશે. ગડર લોન્ચિંગના કારણે ખાડો કરવામાં આવ્યો હતો. 


અનોખી સિદ્ધિ:બબલરેપ પેઇન્ટિંગ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ થયા બાદ એવોર્ડ એનાયત


રાજકોટ મહાનગરપાલીકા અવાર નવાર રસ્તાઓ પર ખોદકામ કરે છે. તેને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. યુવકનું મોત નિપજતા રાજકોટ મહાનગરપાલીકા દ્વારા તાત્કાલીક ઘોરણે રાજકોટ પોલીસનાં બેરીકેટ લઇને ખાડા પર મુકવામાં આવ્યા હતા. તો પહેલા જ્યારે ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યારે કેમ કોઇ બેરીકેટ ન મુકવામાં આવ્યા તે સવાલ ઉઠી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલીકા બેદરકારીને કારણે એક પરિવારે તેનાં લાડકવાયા પુત્રનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પરિવારમાં પણ શોકનું મોઝું ફરી વળ્યું છે.