ગુજરાતના માથે છે આ સંકટ, ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી

Gujarat Monsoon 2023: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે, રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ પણ પડશે. રવિ સિઝનમાં જ લણણીના સમયે સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલે 23 થી 29 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના માથે છે આ સંકટ, ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી

Gujarat Weather 2023: રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ 28 જાન્યુઆરી એ વાતાવરણમા પલટો આવી શકે છે અને કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જેમાં પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. તે પ્રમાણે આગાહી કરતા ખેડૂતો ની ચિંતા વધી છે. હાલની સ્થિતિ એ કેટલાક પાકોની કાપણી થઇ રહી છે, તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરોમા ઉભા છે. જેને લઈ જો કમોસમી માવઠું આવે તો પાટણ જિલ્લામાં ખેડૂતો એ વાવેલ બે લાખ કરતા વધુ હેકટરમાં વિવિધ રવિ પાકો પર માઠી અસર થઇ શકે છે અને ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાઈ શકે છે. જેને લઈ પાટણ જિલ્લાનો ખેડૂત ચિંતિત જોવા મળી રહ્યો છે.

અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે, રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ પણ પડશે. રવિ સિઝનમાં જ લણણીના સમયે સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલે 23 થી 29 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના રહેવાસીઓને બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આગાહી જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ઠંડીનું વાતાવરણ રહેશે. અમુક જગ્યાએ કમોસમી વરસાદ પડી શકે છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 

ઉત્તર ગુજરાતમા કમોસમી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. બનાસકાંઠા અને પાટણમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જેથી જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોની તમામ મહેનત પર માવઠાનું પાણી પાકમાં ફરી વળે અને ફરી એકવાર ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાવા પામે જેને કારણે ખેડૂતોને મોટી નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી છે. 

હાલની સ્થિતિ એ પાટણ જિલ્લામાં રાયડો, સવા, ઈસબગુલ, જીરું, વરિયાળી, ચણા. ઘઉં સહીત 2 લાખથી વધુ હેકટરમાં રવિ પાકોનું વાવેતર કરેલ છે. જેમાં રાયડો અને એરંડાના પાકોની તો કેટલાક વિસ્તારમાં કાપણી થઇ રહી છે. તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરોમાં ઉભા છે અને જો વાતાવરણ બદલાય અને કમોસમી વરસાદ થાય તો થાય તો વિવિધ રવિપાકો તેમજ શાકભાજીના વાવેતરને મોટા પાયે નુકશાન થવાની શક્યતાઓ છે. ત્યારે ખેડૂતો હવામાન વિભાગની આગાહી ખોટી પડે તેવું ઇચ્છી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થવાની શક્યતા છે ત્યારે પાટણ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે પાક વાવણી પાછળ મોંઘા બિયારણ લાવી પાકોની માવજત કરી છે અને હવે પાક તૈયાર થઇ રહ્યો છે. સાથે અત્યારે સુધી હવામાન પણ રવિપાકો માટે અનુકૂળ હોવાથી પાકોમા કોઈ બગાડ કે રોગચાળો આવ્યો નથી અને આ વખત સારુ ઉત્પાદન મળે તેવી આશાઓ બંધાઈ છે. પરંતુ આગાહી મુજબ જો સામાન્ય પણ કમોસમી વરસાદ આવે કે હવામાન પણ વાદળ છાયુ બને તો પણ મોટાપાયે પાક નુકશાની થઇ શકે છે અને ખેતરોમાં પાક પાછળ મોટા ખર્ચાઓ કર્યા અને કાળી મજૂરી કરી હવે પાક લણવાનો સમય આવ્યો ત્યારે હવે કુદરતનો માર જેને લઇ ખેડૂતોની હાલત દયનિય બનવા પામી છે. 

પાટણ જિલ્લામા રાયડો, ઘઉં, જીરું, ચણા સહીતના પાકોનું મોટુ વાવેતર જિલ્લામા થવા પામ્યું છે. જેમાં ખેડૂતોએ ખેડ, બિયારણ, પાણી પાછળ મોટા ખર્ચાઓ કર્યા છે અને ખુબ જ માવજત કરી પાક તૈયાર કર્યો છે અને હવે થોડા દિવસોમાં આ પાક લણવા પર આવશે તે પહેલા હવે કમોસમી માવઠું થવાની સંભાવનાને લઇ ખેડૂતોની રાતોની નિંદર ઉડી જવા પામી છે. જો માવઠું થાય તો મોટી નુકશાની ખેડૂતોને વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news