Rangilu Rajkot ફરી એક વખત બન્યું રક્તરંજિત, બે દિવસમાં બે હત્યા; બંનેનો પ્રકાર એક સરખો જ
રંગીલું રાજકોટ (Rajkot) ફરી એક વખત રક્તરંજિત બની ચૂક્યું છે. ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકોટમાં જાણે કે હત્યાનો (Murder) સિલસિલો શરૂ થયો હોય તે પ્રકારે એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે
નરેશ ભાલીયા/ જેતપુર: રંગીલું રાજકોટ (Rajkot) ફરી એક વખત રક્તરંજિત બની ચૂક્યું છે. ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકોટમાં જાણે કે હત્યાનો (Murder) સિલસિલો શરૂ થયો હોય તે પ્રકારે એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં માત્ર ત્રણ દિવસના સમયગાળામાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. ત્યારે હત્યાના (Rajkot Murder) બન્ને બનાવમાં હત્યા કરવાની પદ્ધતિ એકસરખી જોવા મળી રહી છે.
રાજકોટના (Rajkot) કુવાડવા રોડ ઉપર આવેલા મેંગો માર્કેટ પાસે પોરબંદરના (Porbandar) યુવકની હત્યા (Murder) કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકને માથામાં પથ્થરના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. હત્યાના (Rajkot Murder) બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ (B Division Police) તેમજ ક્રાઈમ બ્રાન્ચનો (Crime Branch) કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હત્યા કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો:- રાજકોટમાં નવું રાજકારણ, મેયર માટે એકબીજાના પત્તા કાપવા લોબિંગ શરૂ થયું
પોલીસ તપાસમાં મૃતક યુવાન મૂળ પોરબંદરનો (Porbandar) વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતકનું નામ મુકેશ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે મુકેશની હત્યા (Murder) કોણે કરી તેમ જ શા માટે કરી તે બાબતે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસ સૂત્રોનું માનીએ તો મૃતક ભૂતકાળમાં પોલીસ (Rajkot Police) ચોપડે ચડી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો:- ચૂંટણી પરિણામ જોઈ નટુભાઈએ એક બાદ એક પોતાની જાતને માર્યા 45 થપ્પડ, જુઓ Video
ઉલ્લેખનીય છે કે રાજકોટ (Rajkot) શહેરમાં બે દિવસ પૂર્વે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ચોક પાસે બની રહેલ ઓવરબ્રિજની જગ્યામાં વીંછિયાના વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) ગણતરીની કલાકોમાં બે જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube