રક્ષિત પંડ્યા/રાજકોટ :પાડોશી પતિ-પત્નીની નજીવા બાબતે બેરહેમીપૂર્વક હત્યા કરનાર આરોપી કોન્સ્ટેબલને આજે રાજકોટ સેસન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. સાથે જ 25 વર્ષની સજા પણ ફટકારવામાં આવી છે. રાજકોટ સેસન્સ કોર્ટે વર્ષ 2014ના ડબલ મર્ડર કેસમાં આરોપી કોન્સ્ટેબલને દોષિત જાહેર કર્યો છે. કોન્સ્ટેબલ કમલેશ મેહતાએ આઇઓસીના કર્મચારી ભૂપત તેરૈયા અને તેમના પત્ની ગુણવંતીબેનની જાહેરમાં હત્યા કરી હતી. 


રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસના 8 ધારાસભ્યોનો ખેલ પાડ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, 7 એપ્રિલ 2014ના રોજ બજરંગ વાડી પાસે, પુનિત નગર શેરી નંબર ભૂપત તેરૈયા અને ગુણવંતીબેન નામના દંપતી રહેતા હતા. તેમના પાડોશમા કોન્સ્ટેબલ કમલેશ મહેતા રહેતો હતો. ઘર પાસે બેસવા જેવી નજીવી બાબતમાં કમલેશે આ દંપતીની હત્યા કરી હતી. આરોપી કમલેશ મહેતા તે સમયે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ નિભાવતો હતો અને ચાલુ નોકરીએ તેણે દંપતીની હત્યા કરી હતી. 2014માં કમલેશ B ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. છેલ્લા છ વર્ષથી પોલીસમેન કમલેશ મહેતા રાજકોટ સેન્ટ્રલ જેલમાં હતો. અધિક સેશન્સ જજ ડી.ડી. ઠક્કરે આ ચુકાદો વીડિયો કોન્ફરન્સથી સાંભળ્યો હતો. જેના બાદ ડબલ મર્ડર કેસમાં 25 વર્ષની સજા ફટકારી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર