ઝી મીડિયા બ્યુરો: ગુજરાત સહિત સમગ્ર દુનિયા છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોનાનો (Gujarat Corona Cases) માર સહન કરી રહી છે. ત્યારે કોરોનાને (Coronavirus) કારણે ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી તહેવારો (Festival) પર રોક લગાવવામાં આવી રહી છે. રાજ્યમાં નવરાત્રિનું (Navaratri) આયોજન થશે કે નહીં તેને લઇને ગુજરાતની જનતા અસમંજસમાં છે. તો બીજી તરફ સરકાર દ્વારા પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ વર્ષે રાજ્યમાં નવરાત્રિનું આયોજન કરવા દેવામાં આવશે કે નહીં. એવામાં નવરાત્રિને હવે એક મહિના જેટલો જ સમય બાકી છે. ત્યારે જો સરકાર (Gujarat Government) મંજૂરી નહીં આપે તો બેઠા ગરબા યોજી ગરબીનું (Garbi) આયોજન કરવાનું રાજકોટના (Rajkot) ગરબી આયોજકો દ્વારા નક્કી કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને (Coronavirus) કારણે રાજ્યમાં ગત વર્ષે નવરાત્રિના આયોજન પર રોક લગાવવામાં આવી હતી. જો કે, આ વર્ષે પણ નવરાત્રિ (Navaratri) આયોજનને લઇને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે રાજકોટમાં (Rajkot) છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિનું આયોજન કરતા ગરુડ ગરબી (Garud Garbi) આયજોકોએ કહ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે પરિસ્થિતિ વધુ સારી છે. કોરોના કેસ (Corona Case) પણ કાબુમાં છે. તો બીજી તરફ રાજ્યમાં મોટા પ્રમાણમાં વેક્સીનેશન (Vaccination) થઈ રહ્યું છે. એવામાં લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવી નવરાત્રિની મંજૂરી સરકાર (Gujarat Government) દ્વારા આ વર્ષે કેટલીક મર્યાદાઓ સાથે આપવી જોઇએ.


આ પણ વાંચો:- મારી મમ્મી 3 પુરુષો સાથે લિવ ઈનમાં છે, તેમાંથી એકને હું બાળપણમાં મામા કહેતો... દીકરાની હાઈકોર્ટમાં રજૂઆત


વધુમાં રાજકોટના ગરૂડ ગરબી (Rajkot Garud Garbi) આયોજકોએ કહ્યું કે, જો સરકાર (Gujarat Government) આ વર્ષે પણ નવરાત્રિના આયોજનની મંજૂરી નહીં આપે તો અમે નવરાત્રિ (Navaratri) પર બેઠા ગરબાનું આયોજન કરીશું, અમે માતાજીના મંદિરમાં જ ગરાબીનું (Garbi) આયોજન કરશું. અહીં માતાજીના ગરબા ગાશું, આરાધના કરશું તેમજ માતાજીને પ્રાર્થના કરીશું કે ગુજરાત સહિત સમગ્ર દુનિયાને કોરોના (Coronavirus) મુક્તે કરે, પરંતુ અમે આ વર્ષે પરંપરા ખંડીત થવા નહીં દઇએ અને નવરાત્રિ તો માનાવીશું. ગણતરીના લોકો સાથે નવરાત્રિમાં માત્ર ગરબા (Garba) ગાઈને આરાધના કરીશું.


આ પણ વાંચો:- ભાદરવો ભારે પડ્યો : ભાવનગરમાં શાળાએ જતા માતા અને દીકરા-દીકરી કોઝવેના પાણીમાં તણાયા


ઉલ્લેખનીય છે કે, આઝાદી પૂર્વે 1916 થી રાજકોટમાં ગરુડની ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ દરરોજ 5 હજારથી વધુ લોકો ગરબા જોવા આવે છે. ત્યારે ગરૂડ ગરબીના આયોજકો દ્વારા કહેવામાં આવ્યું કે અમે સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. ગત વર્ષે કોરોના મહામારીને કારણે ગરબા થઈ શક્યા ન હતા પરંતુ આ વર્ષે મંજૂરી મળે તેવી આશા રાખી રહ્યા છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube