ભાદરવો ભારે પડ્યો : ભાવનગરમાં શાળાએ જતા માતા અને દીકરા-દીકરી કોઝવેના પાણીમાં તણાયા
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર :રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 163 તાલુકામાં વરસાદ (monsoon) નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના દેડીયાપાડા 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજથી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એક ઘટના બની છે. ભાવનગર (bhavnagar) ના પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી રોડ પર માતા, પુત્રી અને પુત્ર સહિત ત્રણેય પાણીમાં તણાયા છે.
આજે સવારના સમયે માતા એક્ટિવા લઈને દીકરા અને દીકરીને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા પર આવેલા કોઝવે પરથી પસાર થતી વખતે ત્રણેય એક્ટિવા સાથે પાણીના પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો છે, પરંતુ પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદ (heavy rain) ના કારણે કૉઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુખદ ઘટના બની હતી. નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરાઇ છે. ઘટનાને લઈને સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો પણ આ બચાવ કાર્યમાં જોડાયા છે. રાજસ્થળી રોડ પર શિતળા માતાજીના મંદિર નજીક આ ઘટના હતી.
આ પણ વાંચો : શિક્ષક સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી વિરોધના મૂડમાં, 8 કલાકની ડ્યુટીને લઈને મેદાને આવ્યું
ઉલ્લેખનીય છે કે, ભાવનગરના વલભીપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર (bhavnagar rain) ના સિહોર અને ઉમરાલા વિસ્તારમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
- 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નર્મદાના દેડીયાપાડા 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે
- નર્મદા સાગબારામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો
- સુરતના પલસાણા વિસ્તારમાં 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો
- સુરત શહેરમાં 4.5 ઇંચ કરતા વધારે વરસાદ
- સુરતના ઉમરપાડામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ
- નવસારી જિલ્લાના નવસારીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો
આ પણ વાંચો : AMC એ સીલ કરેલી દુકાનો અધિકારીની મૌખિક મંજૂરીથી ખુલી! શું 2 હજાર રૂપિયામાં સીલ દુકાન ખોલવાની છે ચાવી?
રાજ્યના છ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 13 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 29 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો છે. રાજ્યના 59 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો આજે 6:00 થી 8:00 દરમિયાન રાજ્યના 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર વિસ્તારોમાં જોવા મળ્યો છે.
ગુજરાતમાં આજથી 4 દિવસ સારા વરસાદની આગાહી છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. તો ગુજરાતમાં ભારે વરસાદના પગલે NDRFની ટીમ ડિપ્લોય કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 4 ટીમ અને દક્ષિણ ગુજરાતમાં 3 ટીમ તૈનાત કરાઈ છે. કચ્છમાં પણ NDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. આજે અમરેલીમાં એક ટીમ મોકલવામાં આવશે. રાજ્યમાં હજી પણ 41 ટકા વરસાદની ઘટ છે. ત્યારે આગામી દિવસોમાં સારો વરસાદ પડતા રાજ્યમાં વરસાદની ઘટ ઓછી થશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે