ગૌરવ દવે/રાજકોટ :તરતા ન આવવા છતા નદી-તળાવમાં ન્હાવા ઉતરતા લોકો પાણીમાં એટલા દૂર સુધી પહોંચી જાય છે કે, પછી પાણીમાં ફસાયા બાદ મોતને ભેટે છે. ત્યારે રાજકોટના લોધિકાના વગુદળ ગામ પાસે બે યુવકો પાણીમાં ડૂબવાની ઘટના બની છે. પરપ્રાંતિય 4 યુવકો નદીમાં ન્હાવા પડ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં બે યુવકોના મોત નિપજ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા અન્ય બે યુવકોની શોધખોળ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના લોધિકા નજીક વાગુદડ નદી પાસે આ ઘટના બની હતી. મૂળ મધ્ય પ્રદેશના ચાર યુવકો મેટોડા જીઆઈડીસીમાં કામ કરે છે. રવિવારની રજા હોવાથી ચારેય મિત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા. મૃતકોમાં એક યુવક અને એક કિશોર હોવાનું સામે આવ્યું છે. નદીના પાણીમાં ડૂબી જવાથી કૃણાલ પંડ્યા (ઉં.વ.17) અને મૂળ બિહારના અમન ગુપ્તા (ઉં.વ.12)નું મોત નિપજ્યુ છે. 


આ ઘટના બાદ રાજકોટ ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમો પહોંચી હતી અને અન્ય બે યુવકોની પાણીમાં શોધખોળ શરૂ કરી હતી.