ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. હવે માલધારીઓ માટે પોતાના ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 12મી ડિસેમ્બરથી નવું જાહેરનામું શહેરમાં લાગૂ કરવામાં આવશે. ઢોર માલિક ઢોર વેચે તો તેનું નામ ટ્રાન્સફર કરાવવાનું રહેશે. ઢોરનું મૃત્યુ થાય તો રાજકોટ મહાનગરપાલિકાને જાણ કરવાની રહેશે અને જો કોઈ બિનવારસી ઢોર પકડાશે તો તેને એનિમલ હોસ્ટેલમાં મોકલી આપવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાહેરનામાં અનુસાર, હવે રાજકોટમાં તમામ માલધારીઓએ તેમના ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે. તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેગિંગ કરવામાં આવશે. 12 ડિસેમ્બરથી અમલમાં આવનારા આ જાહેરનામાં અનુસાર, હવે રાજકોટ મહાનગરપાલિકા રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ પણ લઈને આવી છે.


મહાનગરોમાં રખડતા ઢોરનો મોટો ત્રાસ છે ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા રખડતા ઢોરથી શહેરને આઝાદ કરવા માટે બિનવારસી ઢોરને એનિમલ હોસ્ટલમાં રાખશે. તમામ માલધારીઓને જાહેરનામાનો અમલ કરવા જણાવાયું છે અને અમલ ન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.


અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા રાજ્ય સરકાર કાયદો લઈને આવી હતી. જેનો મોટા પાયે વિરોધ થતા કાયદો પરત ખેંચવાની ફરજ પડી હતી.