RAJKOT: માલિકને 5 લાખ રૂપિયાનો ગોટાળો લાગ્યો તપાસ કરી તો કરોડોનું કૌભાંડ બહાર આવ્યું
કોરોનાના કપરાકાળમાં આપણે ઘોર કળિયુગના એકથી વધુ દ્રષ્ટાંતો જોઈ રહ્યાં છીએ. ક્યાંક મૃતદેહ પરથી કફનની ચોરીને તેનો વેપલો તો ક્યાંક 2-5 કિલોમીટર એમ્બ્યુલન્સના 5થી 10 હજાર પડાવવાનો ઘોર અપરાધ. તેવામાં રોજે રોજ ચલણી નાણાં સાથે વ્યવહાર કરનારા એક કર્મચારીએ કળિયુગ અનુસાર જ હરકત કરી. અને પોતાની જ આંગડિયા પેઢીને લગાવ્યો કરોડોનો ચૂનો.
રાજકોટ : કોરોનાના કપરાકાળમાં આપણે ઘોર કળિયુગના એકથી વધુ દ્રષ્ટાંતો જોઈ રહ્યાં છીએ. ક્યાંક મૃતદેહ પરથી કફનની ચોરીને તેનો વેપલો તો ક્યાંક 2-5 કિલોમીટર એમ્બ્યુલન્સના 5થી 10 હજાર પડાવવાનો ઘોર અપરાધ. તેવામાં રોજે રોજ ચલણી નાણાં સાથે વ્યવહાર કરનારા એક કર્મચારીએ કળિયુગ અનુસાર જ હરકત કરી. અને પોતાની જ આંગડિયા પેઢીને લગાવ્યો કરોડોનો ચૂનો.
નાણાંનો લોભ ક્યારેક અઘરી મુસીબતમાં મુકી દેતો હોય છે. ઉપલેટામાં એક આંગડિયા પેઢીના કર્મચારીને ખબર નહોતી કે તે જે કરી રહ્યો છે તે તેને અપરાધના ઊંડા અંધકારમાં ધકેલી દેશે. જ્યાંથી બહાર આવવું બની જશે ખૂબ જ મુશ્કેલ. રોજે રોજ લાખો-કરોડોના રોકડ વ્યવહારો કરતાં રાજકોટના ઉપલેટાની આંગડિયા પેઢીના કર્મચારી પ્રતિપાલસિંહને એક દિવસ આવ્યો આ નાણાં ઓળવી જવાનો અપરાધિક વિચાર. કે.આર.આંગડિયા પેઢીમાં પ્રતિપાલસિંહ વર્ષોથી કામ કરતો હતો એટલે આ પેઢીના માલિકો મયુરભાઈ સુવા અને તારીકભાઈ પટેલ તેના ભરોસા પર જ બધો વ્યવહાર ચાલવા દેતા હતાં. પણ તેમને ખબરથી તેમની પીઠ પાછળ કર્મચારી ઉડાવી રહ્યો છે લાખો કરોડો રૂપિયા.
પહેલીવાર જ્યારે એક વ્યવહારમાં ગોલમાલ થયાની માલિકોને ખબર પડી તો તેમણે કર્મચારી પ્રતિપાલસિંહ વિરુદ્ધ 5 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. બાદમાં આંગડિયા પેઢીના બંને માલિકે સાથે બેસીને જૂના હિસાબો ચેક કર્યા તો બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ. મામલો 5 લાખનો નહીં પરંતુ કરોડોની ઘાલમેલનો હતો.
અમદાવાદની એક પેઢીને ફ્રેન્ચાઈઝી આપવાના નામે ઠગાઈ
કર્મચારી પ્રતિપાલ સિંહ જાડેજાએ ન માત્ર અનેક આંગડિયા પેઢીની રકમ સગેવગે કરી નાખી હતી. પણ સાથે જ તેણે અમદાવાદની એક પેઢીને ફ્રેન્ચાઈઝી આપવાના નામે પણ 39 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. ઉપલેટામાં અનેક વેપારીઓની રકમ ઘરભેગી કરનારા પ્રતિપાલસિંહ એ સિવાય રાજકોટ અને અમદાવાદની પેઢીઓના નાણાં પણ ગાયબ કરી નાખ્યાં હતાં.
કોના કોના રૂપિયાની થઈ ઉચાપત ?
કુલ 2.45 કરોડ રૂપિયાની ગોલમાલ
વી.પટેલ આંગડિયા પેઢીના 60 લાખ રૂપિયા
કે.આર.આંગડિયા પેઢીના 49.50 લાખ રૂપિયા
બેસ્ટ આંગડિયાના હરપાલસિંહના 35.64 લાખ
એમ.કે.આંગડિયા પેઢીના 39 લાખ રૂપિયા
ઉપલેટાના શ્રીરામ પાઈપના 20.06 લાખ રૂપિયા
ઉપલેટાના ડી.ડી.જ્વેલર્સના 5 લાખ રૂપિયા
ઉપલેટાના અબરાર ફુલારાના 9.98 લાખ
ઉપલેટાના બસીર ભાઈના 6 લાખ રૂપિયા
ઉપલેટાના તુષાર પટેલના 5 લાખ રૂપિયા
ઉપલેટાના કિશોર સુવાના 4.85 લાખ રૂપિયા
ઉપલેટાના લાકીભાઈના 5 લાખ રૂપિયા
અન્ય છૂટક વેપારીઓના 5 લાખ રૂપિયા
પેઢીના માલિક ઉપલેટા નગરપાલિકા પ્રમુખ
આંગડિયા પેઢીના માલિક મયુરભાઈ સુવા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ પણ છે. તેઓ ઉપલેટામાં જ કે.આર.આંગડિયા પેઢી ઉપરાંત વી.પટેલ આંગડિયા પેઢી તેમજ બેસ્ટ આંગડિયા પેઢી ચલાવે છે. આરોપી પ્રતિપાલ સિંહ તેમના વતી આ તમામ પેઢીનો વહિવટ ચલાવતો હતો. અને વર્ષોથી બધો હિસાબ કિતાબ તેની પાસે જ રહેતો હતો. કે.આર.આંગડિયા પેઢીની ફ્રેન્ચાઈઝી આપવાના નામે પ્રતિપાલ સિંહે અમદાવાદની એક પેઢી એમ.કે.એન્ટરપ્રાઈઝ પાસેથી 39 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું પણ ખૂલ્યું છે.
ભાવનગર-ઉપલેટાના વ્યક્તિને કર્યા શંકાસ્પદ વ્યવહાર
પોલીસને વધુ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી પ્રતિપાલ સિંહે ભાવનગરના બે અને ઉપલેટાના એક શખ્સને લાખો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કરેલાં છે. પોલીસની તપાસમાં આ દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે પ્રતિપાલસિંહ જાડેજા ઉપરાંત આ કેસમાં અન્ય સહયોગીઓ સામે પણ ફરિયાદ નોંધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube