ગૌરવ દવે/રાજકોટ :એક તરફ રાજકોટ મહાનગરપાલિકાના ખજાનાના તળિયા ઝાટક થવા આવ્યા છે, તિજોરીમાંથી રૂપિયા ખુટી પડ્યા છે. ત્યારે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ચિત્રો દોરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલ મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં અંદાજીત 20 લાખના ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજકાટના કાલાવડ રોડ પર આવેલ મહિલા કોલેજ અંડર બ્રિજમાં અંદાજિત 45 હજાર સ્કવેર ફૂટ એરિયામાં ચિત્રો દોરવામા આવી રહ્યા છે. જેનો ખર્ચ અંદાજીત 15 થી 20 લાખ જેવો થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી હેઠળ 15000 ચિત્રો દોરવામાં આવ્યા હતા. ચિત્રનગરી પ્રોજેક્ટ હેઠળ અલગ અલગ ચિત્રો દોરવામાં આવે છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા હવે લોકોના ટેક્સના રૂપિયાનો વ્યય કરી લાખો રૂપિયા ચિત્રો પાછળ ખર્ચી રહી છે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ જતા 140 કરોડની લોન બેંકમાં લેવા માટેની માંગ કરી હતી. 2001 પછી પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકામાં નાણાંકીય કટોકટી આવી હતી. છતાં લોકોના ટેક્સના લાખો રૂપિયા ચિત્રો દોરવા પાછળ વ્યય કરવામાં આવી રહ્યા છે. 


રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે કહ્યું હતું કે, મહિલા દિન પર જાહેરાત કરી હતી કે, મહિલા સશક્તિકરણને લઈને ચિત્રો બ્રિજ પાસે બનાવવામાં આવે. કુલ 43 હજાર ચોરસ ફૂટના વિસ્તારમાં પેઈન્ટિંગ થશે. અંદાજિત ખર્ચ 10 થી 12 લાખ થશે. કામ અઢી મહિનાથી ચાલી રહ્યું છે.