• લક્ષ્મી નગર એરિયામાં ફેરિયાનું ચેકિંગ હાથ ધરાયુ. આ વિસ્તારના અનેક ફેરિયાઓનું કોરોના ટેસ્ટીંગ કરાશે.

  • આ વિસ્તારમાં શાકભાજી વેચતા ફરિયાઓ સુપરસ્પ્રેડ ન બને તે માટે મનપા દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું હતું


રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેરમાં બપોરના 12 વાગ્યા સુધી નવા 35 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઇકાલે સાંજના 5 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધી નવા 35 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસ (corona case) ની સંખ્યા 10,329 પર પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં કરફ્યૂનો ચુસ્ત અમલ થશે
ત્યાર રાજકોટમાં કર્ફ્યુનો ચુસ્ત અમલવારી થશે તેવુ તંત્ર દ્વારા જણાવાયું છે. કરફ્યૂમાં પ્રેસ મીડિયા, ઓનડ્યુટી સરકારી કર્મચારી અને મેડિકલ સ્ટાફ સિવાય કોઇને પણ મંજૂરી આપવામાં આવશે નહિ. હાલમાં શહેરમાં 561 જેટલી લગ્ન માટેની મંજૂરી માંગવામાં આવી છે. અત્યાર સુધીમાં જાહેરનામા ભંગના 349 કેસ, સોશ્યલ ડિસટન્સના 192 કેસ અને 234 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. ઉદ્યોગકારોને શિફ્ટનો સમય બદલાવવા અપીલ કરવામાં આવી છે. કર્ફ્યુ દરમિયાન 40 મુખ્ય ચેકપોસ્ટ અને 32 ઇન્ટરનલ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે.


આ પણ વાંચો : હાય, હેલ્લો કરીને યુવકોને લાઈવ અંગ પ્રદર્શન બતાવતું સેક્સ રેકેટ વડોદરાથી પકડાયું


લક્ષ્મીનગર વિસ્તારમાં ફેરિયાનું ચેકિંગ 
કોરોનાના વધતા કેસોને લઈને મનપા એક્શનમાં આવ્યું છે. રાજકોટના લક્ષ્મી નગર એરિયામાં ફેરિયાનું ચેકિંગ હાથ ધરાયુ છે. આ વિસ્તારના અનેક ફેરિયાઓનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવશે. આ વિસ્તારમાં શાકભાજી વેચતા ફરિયાઓ સુપરસ્પ્રેડ ન બને તે માટે મનપા દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. 


ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા 
તો બીજી તરફ, ભાવનગરના ગારીયાધારમાં ભાજપ અને કોંગ્રેસના બે ધારાસભ્યોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. ગારીયાધાર તાલુકા પંચાયત દ્વારા એમ્બ્યુલન્સના લોકાર્પણના કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યની હાજરી જોવા મળી. ભાજપના ધારાસભ્ય કેશુ નાકરાણી અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. લોકાર્પણમાં નેતાઓએ એમ્બ્યુલન્સમાં નજીક નજીક બેસી કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યોહતો. રાજ્ય સરકાર કોરોનાને લઈને ગંભીર છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જ સરકારની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા છે. આવા બનાવો સતત
વધી રહ્યાં છે. 


આ પણ વાંચો : અમદાવાદના પોશ વિસ્તારમાં કોરોનાનો પગપેસારો, વસ્ત્રાપુરનું આ એપાર્ટમેન્ટ બન્યું સુપરસ્પ્રેડર