અમદાવાદના પોશ વિસ્તારમાં કોરોનાનો પગપેસારો, વસ્ત્રાપુરનું આ એપાર્ટમેન્ટ બન્યું સુપરસ્પ્રેડર

અમદાવાદના પોશ વિસ્તારમાં કોરોનાનો પગપેસારો, વસ્ત્રાપુરનું આ એપાર્ટમેન્ટ બન્યું સુપરસ્પ્રેડર
  • દર્દીઓ અને ઉપલબ્ધ બેડની સંખ્યા મામલે તંત્રના દાવા શંકાના દાયરામાં આવ્યા
  • શા માટે અમદાવાદના દર્દીઓને ખેડા, આણંદ કે કરમસદ મોકલાઇ રહ્યા છે? 
  • હાલ આ મામલે તંત્રના એકેય અધિકારીઓ કશું પણ કહેવા તૈયાર નથી.

ગૌરવ પટેલ/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાના ફેઝ-માં સ્થિતિ પહેલા કરતા વધુ બગડી રહી છે. અનેક વિસ્તારો કોરોનાના ઝપેટમાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદના પોશ વિસ્તારોમાં ઝડપથી કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. એએમસીના આંકડા સ્પષ્ટ બતાવે છે કે, અમદાવાદના પોશ વિસ્તારમાં કોરોનાનો પગ પેસારો થઈ રહ્યો છે. બોપલના સફલ પરિસર અને ઇસ્કોન પ્લેટીના બાદ વસ્ત્રાપુરના કાસવ્યોમા ફ્લેટમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. એએમસીએ કાસાવ્યોમા ફ્લેટના કેટલાક મકાનને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂક્યા છે. હાલ કાસાવ્યો ફ્લેટ્સમાં 4૦ કરતાં વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે આજે એએમસીની ટીમ દ્વારા કાસાવ્યોમા ફ્લેટ ખાતે એગ્રેસીવ ટેસ્ટીંગ હાથ ધરાયું છે. 

એક્ટીવ કેસ મે-જૂન કરતા ઓછા, છતા દર્દીને અન્ય શહેરમાં કેમ મોકલાય છે 
શહેરમાં સતત કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. દર્દીઓ અને ઉપલબ્ધ બેડની સંખ્યા મામલે તંત્રના દાવા શંકાના દાયરામાં આવ્યા છે. તંત્રના ચોપડે શહેરમાં એક્ટીવ કેસની સંખ્યામાં માત્ર 2840 છે, જ્યારે કે ઉપલબ્ધ બેડ મામલે તંત્રના મોટા દાવા કંઈક અલગ છે. મે-જૂનમાં એક્ટિવ કેસોની સંખ્યા 5200 ઉપર હતી. આ પરિસ્થિતિ વચ્ચે પણ દર્દીઓને અમદાવાદમાં જ સારવાર અપાતી હતી. જ્યારે કે, હાલમાં એક્ટિવ કેસ માત્ર 2840 છે. તો શા માટે અમદાવાદના દર્દીઓને ખેડા, આણંદ કે કરમસદ મોકલાઇ રહ્યા છે? હાલ આ મામલે તંત્રના એકેય અધિકારીઓ કશું પણ કહેવા તૈયાર નથી.

ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડના આંકડા 
અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર વધ્યો છે. સરકારી બાદ ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. આવામાં હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પહેલીવાર ખાલી બેડની સંખ્યા 150 થી નીચે આવી છે. આજની તારીખે શહેરમાં ખાનગી હોસ્પિટલમાં 143 બેડ ખાલી છે. કોવિડની 80 હોસ્પિટલમાં 2765 બેડ ઉભા કરાયા છે. આ 2765 બેડ પૈકી માત્ર 143 બેડ ખાલી છે. એએમસી દ્વારા રિક્વીઝીશન કરાયેલ ખાનગી હોસ્પિટલના બેડ પણ ખૂટી પડ્યા છે. એએમસીએ ટ્વીટ કરીને ખાલી બેડની માહિતી આપી છે. 

આ પણ વાંચો : વડોદરાનું 140 વર્ષ જૂનું ‘કોરોના પેઈન્ટિંગ’ બન્યું ટોકિંગ પોઈન્ટ, જેનું કનેક્શન એક સ્ત્રી સાથે છે

  • અમદાવાદી ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશનમા 1056 દર્દીઓ દાખલ, 62 બેડ ખાલી છે. 
  • HDU માં 981 દર્દી દાખલ છે અને 59 બેડ ખાલી છે. 
  • આઈસીયુમાં વગર વેન્ટિલેટર 388 દર્દીઓ દાખલ છે અને 11 બેડ ખાલી છે. 
  • આઇસીયુ વિથ વેન્ટિલેટરમાં 168 દર્દીઓ દાખલ છે અને 11  બેડ ખાલી છે. 
  • એએમસી ક્વોટામાં ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધી 772 બેડ ખાલી હતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news