Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ કોઈ પણ પ્રકારની બેદરકારી કરવા માંગતું નથી. ખાસ કરીને જ્યારે આવનાર દિવસોમાં નવરાત્રિ છે ત્યારે તેને ધ્યાનમાં રાખી પાલિકાએ આયોજકો માટે 30 શરતો સાથેની ગાઇડલાઇન બહાર પાડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી અંગે કેટલાક નિયમ બહાર પાડવામાં આવ્યા છે. નવરાત્રી આયોજકોને હવે આ 30 મુદ્દાઓ ખૂબ જ ધ્યાને રાખવાની જરૂર છે. નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી અંગે કેટલાક નિયમ બહાર પાડવામાં આવ્યા છે. નવરાત્રિ આયોજકોને હવે આ 30 મુદ્દાઓ ખૂબ જ ધ્યાને રાખવાની જરૂર છે. સૌથી અગત્યની વાત આ છે કે દરેક ખેલૈયાઓ માટે એક સ્ક્વેર મીટરની જગ્યા રહે તે માટે ખાસ કાળજી આયોજકોને રાખવી પડશે. ગભરામણ અને સફોકેશનની સ્થિતિ ન થાય આ માટે પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. 


નવા પ્રકારનો ડેન્ગ્યુ માર્કેટમાં આવ્યો, બે મહિનામાં ફરી તાવ આવે તો ચેતી જજો


30 માંથી કેટલીક મહત્વપૂર્ણ શરતો


  • ગરબા આયોજન સ્થળ પર કોઈ પણ પ્રકાર ની ભટ્ટી, ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર, સબ સ્ટેશન લાઈન કે રેલ્વે લાઈનથી દૂર કરવાના રહેશે

  • બે સ્ટ્રકચર વર્ષ છે લગભગ બે મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં, સ્ટ્રક્ચર ની અંદર કોઈ પણ સ્ટોલ બનાવી શકાશે નહીં. સ્ટ્રક્ચરની નજીક આગ લાગી શકાય તેવા પદાર્થોનો સંગ્રહ કરી શકાશે નહીં

  • રોજે આવનાર ખેલૈયાઓના તમામ દસ્તાવેજી રેકોર્ડ રાખવો પડશે

  • કોઈપણ પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરી શકાશે નહીં

  • ઇમરજન્સી એક્ઝિટમાં લોકો સહેલાઈથી નીકળી શકે આ માટે રસ્તા ખુલ્લા રાખવા પડશે

  • ફીટીંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો 15 મીટર થી વધારે ન હોવું જોઈએ

  • ફીટીંગ વ્યવસ્થામાં સીટની 10 રો અને 10 બેઠક પછી પેસે જ હોવા જરૂરી

  • આ પેસેજની પહોળાઈ ઓછામાં ઓછી દોઢ મીટર હોવી જોઈએ

  • સ્ટ્રક્ચરના પડદા અને કાર્પેટને ફાયર રિટાયર્ડ પેઇન્ટ તેમજ જમીન પર બીજાવામાં આવેલું કાપડ પણ આગથી સુરક્ષિત રહે તે મુજબ હોવું જોઈએ

  • ફાયર એકસિગ્યુશરના ઉપયોગ કરનાર જાણકાર અને પ્રશિક્ષિત વ્યક્તિ રાઉન્ડી ક્લોક ત્યાં હાજર રહેવી જોઈએ


13 આયોજકોએ પરવાનગી માંગી
સમગ્ર શહેરમાં અત્યાર સુધીમાં 13 કેટલા મોટા આયોજકો દ્વારા નવરાત્રી આયોજન માટે પોલીસ પાસે પરવાનગી માંગવામાં આવી છે. પરંતુ આ વચ્ચે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. પાર્ટી પ્લોટ ડોમ સહિતના અન્ય જગ્યાએ જો કોઈપણ આયોજક આયોજન કરવા માંગે છે તેઓને ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવી ફરજીયાત રહેશે. 


આ વિશે ચીફ ફાયર ઓફિસર બીકે પરીખે જણાવ્યું કે, ફાયર સેફટીની ગાઈડલાઈન સખત કરવામાં આવી છે. આયોજકોને પ્રતિ દિવસ પંડાલમાં આવનાર લોકોની જાણકારી કાગળ ઉપર રેકોર્ડ તરીકે રાખવી પડશે. રાજકોટની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર એનઓસી વગરની આશરે 1000 જેટલી મિલકત સામે કાર્યવાહી કરી ચૂકી છે ખાસ કરીને તેને સીલ મારી દીધી છે ત્યારે હવે નવરાત્રિ આયોજકો સામે પણ કોઈ પણ પ્રકારે ઢીલ આપવા માટે તૈયાર નથી. 


નવી આગાહીથી સાવધાન : ગુજરાતના અડધો ડઝન જિલ્લાઓમાં આજે અતિથી ભારે વરસાદની આગાહી