રક્ષીત પંડ્યા/રાજકોટ: શહેરમાં વધારે એક બોગસ તબીબને રાજકોટ SOG પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ નજીક બેડલા ગામના બસ સ્ટેન્ડ પાસે છેલ્લા દોઢ વર્ષથી તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા કિરીટ સતાણીને બાતમીના આધારે SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રેડ કરી આરોપી બોગસ તબીબની ધરપકડ કરી હતી. આ ઉપરાંત દવા તેમજ બોટલ સહીતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે CAA-NRC મુદ્દે લઘુમતી સમુદાય અને દેશનાં લોકોને માત્ર ગેરમાર્ગે જ દોર્યા


આ મુન્નાભાઈ MBBSની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ SOG પોલીસે બાતમીનાં આધારે રેડ કરી બોગસ તબીબને ઝડપી પડ્યો છે. પોલીસને હકીકત બાતમી મળી હતી. જેના આધારે રાજકોટ નજીક બેડલા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ દવાખાનામાં તપાસ કરતા કિરીટ સતાણી પાસે કોઈ પણ જાતની તબીબી ડીગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ પોલીસે તેની ધરપકડ કરી સ્થળ પરથી ઇન્જેક્શન, ગ્લુકોઝની બોટલો, એલોપેથીની દવા, બ્લડપ્રેસર માપવાનાં મશીન સહીતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


પાંચ વર્ષમાં 131 સામુહિક દુષ્કર્મની ઘટના, સુરતમાં સૌથી વધારે કિસ્સા


હાલ પોલીસે રાજકોટમાંથી વધુ એક મુન્નાભાઈ MBBSને ઝડપી પાડી કોઈ દર્દીને મેજર સારવાર આપી છે કે કેમ સહીતના અલગ અલગ મુદાઓને તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉલેખ્ખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી એઈમ્સ જેવી અધ્યતન હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી છે, તેવામાં એક બાદ એક બોગસ તબીબ પોલીસ પકડમાં સામે આવતા અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાનું જાણી શકાય છે. જો કે પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ બીમારી હોય તો તેની સારવાર સરકારી દવાખાના અથવા યોગ્ય તબીબ દવાખાનામાં લેવી અને બોગસ તબીબ વિષે કોઈ માહિતી જણાય તો પોલીસ ને જાણ કરવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube